બિગ બોસ-3 ના પ્રતિસ્પર્ધીઓનું લીસ્ટ જાહેર

વેબ દુનિયા|

IFM
નાના પડદા પર ઝડપથી શરૂ થઈ રહેલ રિયાલીટી શો બિગ બોસના પ્રતિસ્પર્ધીઓનું શક્ય લીસ્ટ જાહેર થઈ ગયું છે.

સમાચાર છે કે રિયાલીટી શો બિગ બોસના ત્રીજા ચરણમાં રાજનેતા વરુણ ગાંધી સિવાય અભિનેતા આદિત્ય પંચોલી, ચંકી પાંડે, સાગર ફિલ્મસની રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનારી દીપિકા ચિખલિયા, અભિનેત્રી શર્લિન ચોપડા, અભિનેતા અને નિર્દેશક કમાલ ખાન, ક્રિકેટ સ્ટાર અજય જડેજા, અભિનેતા સચિન ખેડેકર, ફિજા, ગાયક મિકા, વૉઇસ ઑફ ઇંડિયાના પ્રતિસ્પર્ધી હર્ષિત સક્સેના, શો એંકર પુનીત ઇસરાની અને મૉડલ અમિત દુઆ ભાગ લઈ શકે છે.
શોના પ્રતિભાગીઓમાં બાબા રામદેવનું પણ નામ લેવાઈ રહ્યું છે. શોની અંદર ભાગ લેવા માટે તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી તે વાતની જાણ થઈ નથી કે બાબા રામદેવે આ શોમાં ભાગ લેવા માટે હા પાડી છે કે ના.


આ પણ વાંચો :