બિગ બોસ 6 ના ભાગ લેનારા સંભવિત કલાકારો

વેબ દુનિયા|

P.R
બિગ બોસની છઠ્ઠી સીઝન 7 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. તેને ફરી એકવાર હોસ્ટ કરશે. છેલ્લા બે ત્રણ સીજનથી બિગ બોસ 'ઝગડો અને બિભત્સ ગાળો'નું ઘર બની ગયુ છે. ગયા વર્ષે તેથી જ આ શો આલોચનાનું કારણ બન્યો હતો. સલમાને હરીફોને ફટકાર લગાવી, વ્યવ્હાર સુધારવા માટે કહ્યુ. સલમાને આ વખતે પ્રોમિસ કર્યુ છે કે શો એવો હશે કે તમે તેને ફેમિલી સાથે બેસીને પણ જોઈ શકશો.
શો માં કોણ કોણ લેવામાં આવશે, એ ચેનલ દ્વારા અંતિમ સમય સુધી બતાડવામાં નથી આવતુ અને અફવાઓ પહેલાથી જ ઉડવાની ચાલુ થઈ જાય છે. આ વખતે પણ થોડાક નામ સામે આવ્યા છે.

P.R
વિવાદાસ્પદ વ્યક્તિઓને શો ના નિર્માતા કાયમ પ્રાથમિકતા આપે છે. આ વકહ્તે નુપૂર મહેતાનુ નામ ચર્ચામાં છે અને સૂત્રોનું માનીએ તો નુપૂર મેહતાનું નામ ફાઈનલ થઈ ગયુ છે. મેચ ફિક્સિંગને લઈને નુપૂરનુ નામ થોડાક દિવસ ખૂબ ચર્ચામાં રહ્યુ.
ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી પણ કોઈ એકને કાયમ પસંદ કરવામાં આવે છે. રાજ ચૌઘરી, રવિ કિશન, મનોજ તિવારી, શ્વેતા તિવારી બિગ બોસમાં જોવા મળી ચુકી છે. જેમાથી શ્વેતા બિગ બોસ સીજન 4ની વિજેતા રહી ચુકી છે. આ વખતે અભિનેતા દિનેશ લાલ યાદવનો સમાવેશ કરવાની ચર્ચા છે.

P.R
ટીવી એક્ટ્રેસ આશ્કા ગોર્ડિયા, ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી, ઈશા શ્રાવણી અને શાવર અલીના નામ પણ ચર્ચામાં છે. એક વિદેશી સેલિબ્રિટીને પણ બિગ બોસના મેહમાન બનાવવાની ચર્ચા છે અને આ વખતે પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેનારી બોલ્ડ અને સેક્સી કિમ કરદાશિયા શો મા જોવા મળી શકે છે.
આ ઉપરાંત એક એવુ કપલ જેમના સંબંધો પરસ્પર ઠીક નથી તેમનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. તેમા રાજા ચૌઘરી, શ્વેતા તિવારી અને રાજીવ પોલ-ડેલનાજ ઈરાનીના નામ મુખ્ય છે. આ ઉપરાંત એક સામાન્ય માણસનો પણ સમાવેશ કરવામાં આવશે.


આ પણ વાંચો :