મણિબેન સાથે જોડાયેલી તુલસીની આશાઓ

N.D
દરેક વખતે માણસનો એક જેવો જ સમય નથી રહેતો. ક્યારેક માણસની સફળતા સાતમા આકાશે પહોચી જાય છે તો ક્યારેક એકદમ પતન પર હોય છે. થોડીક આવી સ્થિતિમાં સ્મૃતિ ઈરાની એટલે કે 'તુલસી' પણ છે. હવે તેનું ભવિષ્ય નક્કી કરશે 'મણિબેન ડોટ કોમ'. જી હા પંજાબી પિતા અને બંગાળી માતાની પુત્રી સ્મૃતિ ઈરાની હવે મણિબેન બનવા જઈ રહી છે. બાલાજીની શાખાને મજબુત કરનાર 'સાંસ ભી કભી બહુ થી' બંધ થયા બાદ તુલસી પોતાના જુના દેવાઓને ઉતારવા માટે નવુ સ્વરૂપ ધારણ કરીને ફરીથી નાના પડદા પર આવી રહી છે, પરંતુ આ વખતે તે સ્ટાર પ્લસની જગ્યાએ હસી અને મજાક મશ્કરી કરનારી ચેનલ 'સબ ટીબી' પર આવી રહી છે. આ વખતે સ્મૃતિ લોકોને હસાવીને વાહ વાહ મેળવશે, પરંતુ આ વાત તો સીરિયલ આવ્યા બાદ જ ખબર પડશે કે હવે તુલસી પછી મણિબેનમાં કેટલો દમ છે. અભિનયની સાથે સાથે રાજનીતિમાં પગલા પાડી ચુકેલ સ્મૃતિ ઈરાનીને ચાંદની ચોકના લોકોએ નકારી દિધી હતી, તે હારની મજા લીધા બાદ સ્મૃતિને આ વખતે ચુંટણીમાં પોતાનુ ભાગ્ય અજમાવવાનું જરા પણ ન સુજ્યુ, પરંતુ હા ભાજપને જીતાડવા માટે જોડાઈ રહી હતી.

પોતાના અભિનયના બળ પર નાના પડદા પર હુકુમત કરનારી સ્મૃતિ ઈરાનીને પ્રોડક્શન હાઉસમાં પગલા પાડવાનું ઘણું મોંઘુ પડ્યું, તેમણે આ દરમિયાન ઘણી સીરિયલો આપી જેવી કે, 'થોડી સી જમી થોડા આસમા', 'વિરુદ્ધ', 'વારિસ', વગેરે જે 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી' ની જેમ હીટ ન થઈ શકી. તે સીરીયલોને લીધે તો તે આજે પણ વિવાદમાં ફસાયેલી છે. તેમણે વારિસ નામની સીરીયલનું નિર્માણ કર્યું હતું, પરંતુ સીરિયલ યુનિટના મેંબરોનું પેમેંટ આજ સુધી નથી થઈ શક્યું.

નઇ દુનિયા|
સ્મૃતિ રાજનીતિમાં પણ કંઈ કમાલ ન દેખાડી શકી અને આ બાજુ બાલાજીવાળોનો ડબ્બો ગુલ થઈ ગયો. હવે આશા છે માત્ર 'મણિબેન ડોટ કોમ' પાસેથી. નામથી જ ખબર પડે છે કે આ નાટક ગુજરાતી મહિલા પર આધારિત છે, જે ઉલ્ટા ફુલ્ટા કાર્યો કરીને લોકોને હસવા પર મજબુર કરી દે છે. સારો અભિનય કરીને કેટલાયે પુરસ્કારો પોતાના ખોળામાં નાંખી ચુકેલ સ્મૃતિ માટે આ નાટક સારૂ એવું સાબિત થઈ શકે છે, જો તે લોકોને હસાવવામાં સફળ રહી તો.... નહીતર ગઈ તુલસી.


આ પણ વાંચો :