સલમાનના શોમાં ધરમ અને સની

IFM
સલમાનનો શો 'દસ કા દમ'માં સેલીબ્રિટીનું આગમન ચાલુ જ છે. 4 જુલાઈની રાત્રે નવ વાગ્યે પ્રસારિત થનાર એપિસોડમાં બાપ-દિકરો ધર્મેન્દ્ર અને સની દેઓલ જોવા મળશે. નક્કી આ એપિસોડ તો ખુબ જ ધમાકેદાર હશે.

ધર્મેન્દ્ર અને સની દેઓલ ટેલિવિઝન પર આવવાનું ખુબ જ ઓછુ પસંદ કરે છે. પરંતુ સલમાનનો પ્રેમ તેમને અહીં સુધી ખેંચી લાવ્યો. ધર્મેન્દ્ર સલમાનના ગમતા હીરો છે. સનીની સાથે પણ સલમાને 'જીત' અને 'હીરોઝ' નામની ફિલ્મ કરી છે.

વેબ દુનિયા|
શો દરમિયાન ધર્મેન્દ્રએ જણાવ્યું કે સલામન તેમને તેમના જવાનીના દિવસો યાદ અપાવવા માંગે છે. તેઓ પણ સલમાનની જેમ જ કોઈ પણ કાર્ય ખુલ્લેઆમ કરતાં હતાં. પછી વાત દારૂ પીવાની હોય કે રોમાંસની. સનીએ પણ પોતાના દિલની વાતોને આ શોની અંદર જણાવી હતી. ત્રણ મજબુત વ્યક્તિઓનો આ શો જોવાલાયક હશે.


આ પણ વાંચો :