સલમાનના શોમાં શિલ્પા શેટ્ટી

વેબ દુનિયા|

'દસ કા દમ'માં ખાન પોતાના સેલીબ્રીટી મિત્રોને સતત બોલાવી રહ્યો છે. એવા સમાચાર મળ્યાં છે કે હવે શિલ્પા શેટ્ટી પણ સલમાન ખાનના શોમાં આવવાની છે.

સલમાન અને શિલ્પા સારા મિત્રો છે. આ મિત્રતા ત્યારથી શરૂ થઈ હતી જ્યારથી શિલ્પાએ સલમાનની સાથે 'ઔઝાર' ફિલ્મ કરી હતી. ત્યારથી તેઓ મિત્રતા પણ નિભાવી રહ્યાં છે અને બંને જણાએ અમુક ફિલ્મો પણ સાથે કરી છે.

'દસ કા દમ' શોમાં જેટલી પણ રકમ શિલ્પા શેટ્ટી જીતશે તે રકમ, તે કોઈ સંસ્થાને દાનમાં આપી દેશે.


આ પણ વાંચો :