સાથિયા...'ની ગોપી વહુ હુક્કા બારમાંથી ઝડપાઈ

વેબ દુનિયા|
P.R
મુંબઈ પોલિસે જ્યારે ખાર વિસ્તારમાં આવેલા એક હુક્કા બારમાં દરોડો પાડતા એક જાણીતી સાથે નશામાં ધૂત ઘણા યુવક-યુવતીઓ ઝડપાયા હતાં. આ ટીવી એક્ટ્રેસ અન્ય કોઈ નહીં પણ 'સાથ નિભાના...સાથિયા' સિરીયલની ગોપી વહૂ એટલે કે જીયા માણેક. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પણ એક હુક્કાબારમાંથી પકડાયો હતો.
જો કે, ગઈકાલે પોલિસે જ્યારે આ હુક્કાબારમાં દરોડો પાડ્યો હતો ત્યારે જીયા માણેકની સાથે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સુરેશ શેટ્ટી સહિત 21 લોકો ઝડપાયા હતાં. રાત્રે બે વાગ્યે શરૂ થયેલી આ કાર્યવાહીને કવર કરવા માટે મીડિયા કર્મીઓ પહોંચ્યા ત્યારે જીયા અને અન્ય લોકોએ પત્રકારો સાથે પણ વિવાદ કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. જીયાએ પોતાનો ફોટો પાડી રહેલા સાથે હાથાપાઈ કરી હતી.
જાહેર જગ્યાએ હુક્કાબાર ચલાવવા માટે હોટેલના માલિકની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, બાર માલિક અને મેનેજર તો તે સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. આ બધા પર પોલિસ ટોબેકો એક્ટ અને બીએમસીના કાયદાઓ હેઠળ કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો :