હું અને આનંદી એક જેવા જ છીએ: અવિકા ગૌર

P.R
બાલિકા વધુમાં આનંદીનું પાત્ર ભજવી રહેલ અવિકા ગૌર આજે એક લોકપ્રિય નામ બની ગઈ છે. 7 મા ધોરણની વિદ્યાર્થી અવિકા રાજકુમાર આર્યન, ફિર કોઈ હૈ, મેરી આવાજ કો મિલ ગઈ રોશની, ચલતી કા નામ ગાડી, કરમ અપના અપના જેવી ધારાવાહિકમાં અભિનય કરી ચુકી છે. સ્કુલથી છુટ્યા પછી તે બપોરે બે વાગ્યે સેટ પર પહોચી જાય છે અને મેકઅપ કર્યા બાદ ત્રણ વાગ્યા પછી તેની પર શોટ ફિલ્માવવામાં આવે છે. ચારથી પાંચ કલાક સુધી તે અભિનય કરે છે. તેમની અંદર આત્મવિશ્વાસ ખુબ જ ભરેલો છે અને દરેક સવાલનો જવાબ ખુબ જ સહજતાથી અને સંપુર્ણ આત્મવિશ્વાસ સાથે આપે છે. 'બાલિકા વધૂ' ના સેટ પર અવિકા સાથે થયેલી વાતચીતના પ્રમુખ અંશ :

ઓછી ઉંમરમાં જ તમે લોકપ્રિય થઈ ગયાં છો તો તમને કેવું લાગે છે?
ખુબ જ સારૂ લાગે છે. હું જ્યાં જઉં છુ લોકો મને ઓળખી જાય છે અને ખુબ જ પ્રેમ કરે છે.

સ્કુલમાં તમને કોઈ વિશેષ માને છે?
એવી વાત તો નથી. પરંતુ બધા જ મારી સાથે દોસ્તી કરવા માંગે છે. છોટી મિર્ચી, બિંદની, ચુહિયા જેવા નામથી મને બોલાવે છે, જેમાં ટીચરનો પણ સમાવેશ થાય છે.

'બાલિકા વધૂ' ધારાવાહિક કેવી રીતે મળી ?
મે કેટલીયે ધારાવાહિકમાં કામ કર્યું છે. મારી પ્રતિભાને જોઈને આ ધારાવાહિકના ઓડિશન માટે મને બોલાવવામાં આવી અને મને આ ધારાવાહિકમાં કામ કરવાનો અવસર મળ્યો.

શું તમે આનંદી જેવા જ છો?
હું અને આનંદી લગભગ એક જેવા જ છીએ. મને પણ તેની જેમ વધારે વાત કરવાનું ગમે છે અને હું પણ ઘણાં બધા પ્રશ્નો પુછુ છું. ફર્ક માત્ર એટલો જ છે કે તે પરણેલી છે અને હું નથી.

શું તમને આનંદીનું પાત્ર ભજવવું અઘરૂ લાગે છે?
આ પાત્ર મારા જેવું જ છે એટલા માટે તેને ભજવવું ઘણું સરળ છે.

ભણવાનું અને અભિનય સાથે સાથે કેવી રીતે કરો છો ?
સ્કુલથી છુટ્યા બાદ સેટ પર આવું છું. વચ્ચે ઘણો સમય મળી જાય છે, જેમાં હુ મારૂ હોમવર્ક કરી લઉં છું. ભણવા પર ઘણું ધ્યાન આપુ છું અને છઠ્ઠા ધોરણમાં મને 'એ' ગ્રેડ મળ્યો છે.

શું તમને એવું નથી લાગતું કે અન્ય બાળકોને રમવાનો જે અવસર મળે છે તે તમને નથી મળી રહ્યો?
સેટ પર અમે બધી જ ગેમ રમીએ છીએ.

આટલા બધા લાંબા સંવાદ કેવી રીતે યાદ રાખો છો?
મને એક દિવસ પહેલા સંવાદ મળી જાય છે, એટલા માટે કોઈ મુશ્કેલી નથી થતી.

શું દાદીથી બીક લાગે છે ખરી ?
દાદી સારી નથી, પરંતુ સુરેખા આંટી ખુબ જ પ્રેમાળ છે. તે હંમેશા મને પ્રેમ કરે છે અને અભિનય વિશે જણાવતી રહે છે.

અમે એવું સાંભળ્યું છે કે તમે મિસ યુનિવર્સ બનવા માંગો છો?
હા તમે સાચુ સાંભળ્યુ છે અને હું બનીને રહીશ.

તમે કઈ કઈ ફિલ્મો કરી રહ્યાં છો?
મોર્નિંગ વોક અને પાઠશાલા.

તમને શેનો શોખ છે?
વેબ દુનિયા|
નૃત્ય, તૈરાકી અને કોમિક્સ વાંચવાનો.


આ પણ વાંચો :