શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (17:30 IST)

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પર પ્રતિબંધ મૂકી શકાય છે....

સોની ચેનલના વિવાદિત શો ‘પહેરેદાર પિયા કી’ પછી  એક ટીવી શો પર પ્રતિબંધ મૂકવાની માગણી થઇ છે. સબ ટીવી પર આવતો પારિવારિક કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બંધ કરવાની માગણી શીખ સમુદાયે કરી છે.
આ શો  વિવાદના કારણે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. આ શો પર પ્રતિબંધ મુકવાની માગણી શીખ સમુદાયે કરી છે.તેમણે આ શો પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.ગુરુદ્વારા પ્રબંધક કમિટીના વડા કૃપાલ સિંહ બાંદુગરે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, આ શો એ સિખોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી છે. સિખ ગુરુ ગોવિંદ સિંહને જીવિત સ્વરૂપમાં આ પ્રકારે બતાવું તેમનું અપમાન છે. આવું કરવું સિખ સિંદ્વાતોની વિરુદ્વ છે. કોઇ પણ અભિનેતા પોતાની જાતને ગુરુ ગોવિંદ સિંહના સમાન કેવી રીતે બતાવી શકે. આ ભૂલ માફીના લાયક નથી. તેમણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના રાઇટર અને ડાયરેક્ટરને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, ટીવી પર આ પ્રકારનો કન્ટેટ ના બતાવવામાં આવે.હાલમાં એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન  ટ્પ્પૂ  સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકામાં નજરે આવ્યો હતો. આ એપિસોડ બાદ સિખ સમુદાય ગુસ્સામાં હતો. તેમનું કહેવું હતું કે, કોણ પણ જીવિત વ્યક્ત કેવી રીતે ગુરુનું સ્વરૂપ ધારણ કરી શકે? 
 
આ સીનની શૂટિંગ વખતે તેણે કહ્યું હતુ કે ગુરુ ગોવિંદ સિંહનું પાત્ર ભજવવાની અનુમતિ કોઈને નથી. ત્યારબાદ તેમણે ‘ખાલસા’નો રોલ અદા કર્યો જે એપિસોડ ઓનએર થયું હતો. મુનમુન દત્તાએ વધુમાં ઉમેર્યું હતુ કે જે લોકોને આ મામલે ગેરસમજ છે અને શો બંધ કરવાની માગણી કરી રહ્યા છે તેમણે તે એપિસોડ ફરીથી જોવો જોઈએ. જેમાં સોઢીએ ખાલસા બનીને શૂટિંગ કર્યું છે.