6 મહિના સુધી નવરો બેસી રહ્યો: શાહીદ કપૂર

વેબ દુનિયા|

P.R
ફરહા ખાનના શો 'તેરે મેરે બીચ મે' શનિવારે 5 સપ્ટેમ્બરે પ્રસારિત થનાર એપિસોડની અંદર શાહિદ કપૂર દેખાશે. શાહીદ તેમાં પોતાના તે રહસ્યો વિશે ખુલાસો કરશે જેને ઘણાં ઓછા લોકો જાણે છે.

શાહિદે તે દિવસોને યાદ કર્યા હતાં જ્યારે અસફળતાને લીધે તેનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. તેને અનુસાર 'વિવાહ' ની શુટિંગ પહેલા જ તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યો હતો.

તે કહે છે કે, મને સુરજ બડજાત્યાએ પ્રોત્સાહન આપ્યું હતું અને કહ્યું હતું કે માત્ર એક જ વસ્તુ તને આગળ લઈ જશે અને તે છે તારી અંદરની પ્રતિભા. મે એક પરફેક્ટ શોટ આપ્યો અને મને વિશ્વાસ થઈ ગયો કે હું મારૂ કામ જાણું છું. 'વિવાહ' નું કામ પુર્ણ થઈ ગયાં બાદ હું છ મહિના સુધી ઘર પર કોઈ પણ કામ વિના નવરો બેસી રહ્યો હતો. તે દરમિયાન મને 60 ફિલ્મોના પ્રસ્તાવ આવ્યાં હતાં, પરંતુ કોઈ પણ સ્ક્રીપ્ટ મને પ્રેરિત ન કરી શકી.
શાહીદ જ્યારે 'ઈશ્ક-વિશ્ક' ફિલ્મ માટે નિર્દેશક કેન ઘોષને મળ્યાં તો તેમણે કહ્યું કે, તુ હેંડસમ છે, પ્રભાવશાળી છે પરંતુ તારી બોડી નથી. આવું કહીને તેમણે શાહીદને રીજેક્ટ કરી દિધો. શાહીદે પોતાની બોડી બનાવી અને કેટલીયે જાહેરાતની કંપનીઓને મોકલ્યા અને તેઓ આશ્ચર્યચકિત રહી ગયાં કે, આ તે જ છોકરો છે જેને તેમણે રીજેક્ટ કરી દિધો હતો. ત્યાર બાદ તેમણે શાહીદને પોતાની ફિલ્મ માટે પસંદ કર્યો.
ફરહા ખાને શાહીદને કહ્યું કે, એક નિર્માતાના રૂપમાં તેમને જુના કલાકારોની સાથે ફિલ્મ બનાવવાનો અવસર આપવામાં આવે તો તેઓ કોની પસંદગી કરશે ? શાહીદે હીરો અમિતાભ, હીરોઈન માધુરી દિક્ષીત, વિલન રંજીત અને નિર્દેશકના રૂપમાં નાસિર હુસેનને પસંદ કર્યા. શાહીદે કહ્યું કે, તે નાનપણથી જ માધુરી દિક્ષીતને ખુબ જ ચાહે છે અને આજે પણ તેમના પ્રશંસક છે.
આ કાર્યક્રમમાં શાહીદે પોતાના કેટલાયે અનુભવ વિશે જણાવ્યું. જેનેલિયા ડિસુજા પણ આ કાર્યક્રમમાં શાહીદની સાથે જોવા મળશે. સ્ટાર પ્લસ પર આ કાર્યક્રમનું પ્રસારણ થશે.


આ પણ વાંચો :