1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (17:11 IST)

The Kapil Sharma Show - કૃષ્ણા અભિષેક પછી હવે આ કૉમેડિયને છોડ્યો ધ કપિલ શર્મા શો, ઝગડાનુ કારણ બની આ વાત

kapil sharma shaw
The Kapil Sharma Show  અનેક વર્ષોથી લોકોનુ મનોરંજન કરી રહ્યો છે. આવામા ટીવીના સુપરહિટ શો ધ કપિલ શર્મા શો માંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. કૃષ્ણા અભિષેક પછી એક વધુ કોમેડિયને શો છોડીને જવાનો નિર્ણય કર્યો છે. કોમેડિયન સિદ્ધાર્થ સાગર કપિલ શર્માનો શો છોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 
 
શો ધ કપિલ શર્મા શો ને છોડવા બાબતે કૃષ્ણા અભિષેકે કહ્યુ હતુ કે મેકર્સ અને તેમની વચ્ચે પૈસાની વાતને લઈને બોલચાલ થઈ છે. જેને કારણે કૃષ્ણા અભિષેકે જણાવ્યુ કે મેકર્સ તેમને જોઈએ એટલી કિમંત નહોતા આપી રહ્યા. કૃષ્ણા અભિષેકે એ પણ કહ્યુ કે તેમને શો ના લોકો તરફથી કોઈ પ્રોબ્લેમ નથી કે ન તો કપિલ શર્મા તરફથી કોઈ પ્રોબ્લેમ છે. હવે શો ધ કપિલ શર્મા શો ના એક વધુ ફેમસ કૉમેડિયન સિદ્ધાર્થ સાગર કપિલ શર્માનો શો છોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 
 
ઉલ્લેખનીય છે  કે કપિલ શર્મા શો છેલ્લા 7 વર્ષથી વિવિધ સીઝન અને ઘણા પ્રખ્યાત કોમેડિયન સાથે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ગયા વર્ષે, આ શો સપ્ટેમ્બરમાં નવી સીઝન સાથે પાછો ફર્યો હતો પરંતુ કૃષ્ણા અભિષેક નાણાકીય સમસ્યાઓના કારણે શોમાં પાછો ફર્યો ન હતો. કોમેડિયન ચંદન પ્રભાકરે પણ અધવચ્ચે જ શો છોડી દીધો હતો. દરમિયાન હવે સાંભળવા મળી રહ્યું છે કે અન્ય એક કલાકાર શોને અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન સિદ્ધાર્થ સાગરે કપિલ શર્માનો શો છોડી દીધો છે. તેના નિર્ણય પાછળ શોના નિર્માતાઓ સાથે પૈસાની વાતચીત હોવાનું કહેવાય છે. સિદ્ધાર્થ તેની ફીમાં વધારો ઇચ્છતો હતો, પરંતુ મેકર્સ તેનો પગાર વધારવા તૈયાર ન હતા. તેથી તેણે શો છોડવાનો નિર્ણય લીધો છે.
 
આ શોમાં સિદ્ધાર્થે વિવિધ કોમિક પાત્રોથી દર્શકોનું મનોરંજન કર્યું છે. તે 'સેલ્ફી મૌસી', 'ઉસ્તાદ ઘરછોડદાસ', 'ફનવીર સિંહ' અને 'સાગર પાગલેતુ' જેવા પાત્રોમાં જોવા મળ્યો છે. ચાહકો પણ સિદ્ધાર્થને તેની કોમિક ટાઇમિંગ અને કોમેડી માટે પસંદ કરે છે.
 
સિદ્ધાર્થ સાગરે આ મામલે વધુ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. તેણે કહ્યું કે એવું કંઈ નથી, અત્યારે તે તેના વિશે બોલી શકતો નથી કારણ કે તે નિર્માતાઓ સાથે વાત કરી રહ્યો છે.