1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified સોમવાર, 23 જાન્યુઆરી 2023 (17:50 IST)

તારક મહેતામાં દયા ભાભીની એન્ટ્રી?

જણાવી દઇએ કે, દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની પર્સનલ લાઇફના કારણે શોને અલવિદા કહી દીધું હતું. ત્યારથી, દર્શકો દિશા વાકાણીને પરત લાવવા માટે સોશિયલ મીડિયા પર કેમેપેઇન ચલાવતા જોવા મળે છે. ગયા વર્ષે અસિત મોદીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દિશાને દયાબેનના રોલમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફેન્સને હજુ પણ આશા છે કે ટૂંક સમયમાં જ એક્ટ્રેસ ફરી એકવાર લોકોને હસાવતી જોવા મળશે. 
 
દિશા 2008 થી તારક મેહ્તા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ હતી.  સપ્ટેમ્બર 2017માં તેમને મેટરનિટી લીવ લીધી. ત્યારે આ ચર્ચા હતી કે તેઓ 5 મહિના પછી શો માં પરત આવી શકે છે. પણ 5 વર્ષ પછી પણ તે શો પર પરત ન આવી. પહેલા એવુ જાણવા મળ્યુ હતુ કે તે જોઈન કરી શકે છે. જો કે આ સમાચાર પણ અફવા સાબિત થયા.