અલી અસગરે લીધી અમદાવાદની મુલાકત, નવરાત્રિમાં ડાંડિયાની માણી મજા

ali asgar
Last Modified શનિવાર, 5 ઑક્ટોબર 2019 (13:23 IST)
કોમેડિયન અલી અસગરે શુક્રવારે અમદાવાદની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં જ્યારે નવરાત્રિ તહેવાર ચાલી રહ્યો છે તો તેમણે મન મુકીને ડાંડિયાની મજા માણી હતી તેમના આગામી શો મૂવી મસ્તી વીથ મનિષ પૌલનું પ્રમોશન કર્યું હતું. ઘણા કોમેડી ફોરમેટની સાથે જોડાયેલો છે, જ્યાં તેને તેના પાત્ર, તેના કેરેક્ટર્સ અને સૌથી વધુ દર્શકો માટે તેના દેખાવ સાથે પ્રયોગો કર્યા છે. આ એક અભિનેતામાં બહાદુરી, કોમેડિયનનું ટાઈમિંગ તથા એક સંપૂર્ણ મનોરંજકના જાદુનું સંયોજન છે. અલી દરેક વયજૂથના દર્શકોને અસર કરે છે તથા તે તેના ચાહકોને હવે, સંપૂર્ણ નવા અવતારની સાથે સરપ્રાઈઝ આપવા માટે તૈયાર છે.
ali asgar
આ શોમાં દર અઠવાડિયે દર્શકોની સામે બી- ટાઉનના ૪ મોટા કલાકારો આવશે જે દર્શકો માટે કંઈક આશ્ચર્ય લાવશે. અક્ષય કુમારથી લઇને રાજકુમાર રાવ, સુનિલ શેટ્ટીથી લઇને રવીના ટંડન, અજય- કાજોલથી લઇને સોનમ કપૂર અને જાન્હવી કપૂર જેવા કલાકારો તેમના સૌથી મોટા ચાહકોની સાથે આવશે તથા તેમના બીક્યુ (બોલિવૂડ ક્વોશન્સ)ને ચકાસણી પર મૂકીને કેટલાક ટ્રીકી ટાસ્ક, મસ્તીભરી રમતો અને ફિલ્મી ક્વિઝીસ રમશે! દર્શકોને જે જોવા મળશે એ ખરેખર કંઈક અલગ, પહેલા ક્યારેય નહીં જોવા મળેલું તથા સ્ક્રીપ્ટમાં લખવામાં નહીં આવેલું તથા બોલિવૂડ સેલિબ્રિટીની કેટલીક ‘ફ્‌લો’ સમ સાઈડને જોવા મળશે, જ્યારે તેઓ ગેમ શોમાં એક સંપૂર્ણપણે રમતમાં ભાગ લેતા હોય એ રીત ભાગ લેશે!
ali asgar
મૂવી સેલિબ્રિટી અને સ્પર્ધકોની સાથે મનિષને રમતા તેના દરેક પગલા પર અડચણ ઉભી કરશે તેની મસ્તીખોર, બોલિવૂડ ક્રેઝી પરિવાર, જેમાં એક મસ્તીભર્યો અને પ્રેન્કસ્ટર- એક પચરંગી ફિલ્મી પાત્રોથી ભરપૂર પરિવારમાં મેલોડ્રામેટિક મા- જે પાત્ર કરી રહ્યો છે, અલી અસગર, એક તોફાની મોહક પડોશન જેનું નામ છે, ચાંદની ભાભી જે પાત્ર કરી રહી છે, સુંદર અને પ્રતિભાશાળી રોશની ચોપ્રા, કોમેડિયન અને અભિનેતા પારિતોષ ત્રિપાઠી કોમલ પોંગેના પાત્રમાં, જે એક વ્હીલર ડિલર ખાતે એક મેનેજર છે અને એક વિલન જેવો પિતા જેનું નામ છે, રાજકુમાર, જે પાત્ર કરી રહ્યા છે, બલરાજ સયાલ.
ali asgar
અલી અસગર કહે છે, “માનું મારું પાત્ર એ સિને મા તરીકે જાણીતું છે, કારણકે, તે ખરેખર અત્યંત ફિલ્મી છે. હું માનું છું કે, નવી ટીમ તથા અલગ- અલગ કલાકારોની સાથે કામ કરવું જોઈએ. આ શો પરનું ટીમનું કામ ખરેખર આકર્ષક છે. આ શો પર કામ કરતી ટીમ ખરેખર આકર્ષક છે અને તેના કોન્સેપ્ટ અને ટીમમાં પણ ઘણી નવીનતા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમદાવાદમાં આજે આવીને મને ખૂબ જ સારું લાગે છે. મેં ચાહકો પાસેથી જે પ્રેમ મેળવ્યો છે તે કંઈક એવું છે, જેને શબ્દોમાં વર્ણાવી શકાય તેવું નથી. હું ખરેખર મારી જાતને ધન્ય માનું છું. અમદાવાદમાં આવીને હું ખરેખર કેટલાક સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો સ્વાદ માનવાનું પસંદ કરીશ અને મારા પરિવાર માટે થોડી ખરીદી કરીશ. અને નવરાત્રીની મધ્યમાં મારી આ મુલાકાતને ધ્યાને લેતા હું સકારાત્મક રીતે કોઈ ડાંડિયામાં આજની રાતે મુલાકાત લઈશ!”
ali asgarઆ પણ વાંચો :