ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (14:56 IST)

Anupama: કાવ્યા પછી બદલાયો વનરાજ શાહનો અંદાજ, અનુપમાને થઈ રહ્યો છે અનુજ સાથે પ્રેમ !!

ટીવી સીરિયલ અનુપમા(Anupama)ની સ્ટોરી દરરોજ ધમાકેદાર અને ખૂબ મજેદાર હોય છે. શો ની આ ખૂબી પર દર્શકો ફિદા છે. આવનારા દિવસોમાં અનુપમાની લાઈફમાં જ્યા ખુશીઓની ભરમાર છે. બીજી બાજુ એ ખુશીઓને બરબાદ કરવા માટે તેનો એક્સ પતિ વનરાજ શાહ પોતાના જૂના અંદાજમાં પરત આવવાનો છે. તે હવ્વે કાવ્યાને પાઠ ભણાવવા અને અનુપમા-અનુજની લાઈફમાં એક વાર ફરી વિલન બનીને આવી રહ્યો છે.  બીજી બાજુ વનરાજ આ નવા લુકથી એ સાબિત થઈ ગયુ છે કે સુધાંશુ પાંડે એકવાર ફરી આ શો માં લાંબો દાવ રમવા તૈયાર છે.  તેના શો માંથી બહાર આવવાના સમાચાર સાબિત થઈ ગયા. આ વાતનો પુરાવો શો ના પ્રીકૈપ વીડિયો છે. 
 
શાહ હાઉસ પર થયો કાવ્યાનો કબજો 
 
અત્યાર સુધી તમે જોયુ, કાવ્યા શાહ હાઉસ પર કબજો કરી ચુકી છે અને પોતાના પતિ વનરાજ સહિત, બાબૂજી, બા, તોશૂ-કિંજલ, સમર-નંદની અને પાખીને ઘરમાંથી બેઘર 
 
કરવાની ધમકી આપે છે. અનુપમા-અનુજ આ થતા જુએ છે પણ કશુ કરી નથી શકતા. જો કે પછી અનુપમા વનરાજને ઘરના લોકોને પોતાના ઘરે લઈ જવાને વાત કરે છે. બીજી 
 
બાજુ કાવ્યા પોતાના વનરાજને એવુ કહેતા માફી માંગે છે કે તેનો ઈરાદો તેનુ મનદુખ કરવાનો કે અપમાન કરવાનો નહોતો.  તે ફક્ત પોતાના અધિકારોને મેળવવા અને શાહ પરિવારમાં પોતાના વજૂદને કાયમ રાખવા માટે આવુ કરે છે. કાવ્યાની વાતો સાંભળીને વનરાજ મનમાં ને મનમા આ શપથ લે છે કે તે પહેલાનો વનરાજ શાહ બનીને બતાવશે. બીજી બાજુ બાબૂજી અનુપમાને એવુ કહેતા જોવા મળશે કે અનુજને તે તેની લાઈફમાં આવવા દે. કારણ કે ભગવાને તેને ફરીથી પસંદ કરી છે. બાબૂજીની વાત સાંભળીને અનુપમા શોક્ડ થાય છે. 
 
 
શુ ખરેખર અનુજને પ્રેમ કરવા લાગી છે અનુપમા 
 
 
હવે આવનારા શો માં તમે જોશો કે બાબૂજી અનુપમાના માથા પર તિલક લગાવીને તેને પોતાની લાઈફમાં અનુજનો હાથ પકડીને ચાલવાનુ કહે છે. અનુપમા પણ અનુજ માટે પોતાનો પ્રેમ ફીલ કરે છે અને તે આ વખતે બાબુજીની વાતોનુ માન રાખતા તે અનુજનો હાથ પકડશે. જો કે હવે વનરાજ પહેલા કરતા વધુ ખતરનાક અંદાજમાં દેખાશે. તે પોતાની તાજેતરની પરેશાનીઓને દૂર કરવા માટે એ કશુ પણ કરશે અને એક એક હિસાબ બરાબર કરવા માટે પરત આવશે.