ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (15:17 IST)

વિવાદ /પુલવામાં હુમલા પર નિવેદન નવજ્યોત સિંહ સિદ્ધૂને પડ્યુ ભારે, ધ કપિલ શર્મા શો માંથી થઈ છુટ્ટી

પુલવામાં અટૈક પર નવજોત સિંહ સિદ્ધુને કમેંટ કરવુ ભારે પડી ગયુ છે. તેમને ધ કપિલ શર્મા શોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ચેનલે તેમને રિઝાઈન કરવા માટે કહ્યુ છે. તેમના સ્થાન પર અર્ચના પૂરણ સિંહ શો માં જોવા મળશે. જેની ચોખવટ તેમણે પોતે કરી છે. અર્ચનાએ જણાવ્યુ છે કે તેમને શો ના બે એપિસોડ્સનુ શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. 
 
આ પહેલા ધ કપિલ શર્મા શો માં સિદ્ધૂની હાજરીને કારણે તેના પર બૈન લગાવવાની માંગ ઉઠી રહી હતી. સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સ # boycottTheKapilSharmaShow ના હેઠળ શો ને ત્યા સુધી ન જોવાની અપીલ કરી રહ્યા હતા જ્યા સુધી સિદ્ધૂને તેમાથી હટાવી ન લેવામાં આવે.  આવામાં દબાવમાં આવીને મેકર્સને પણ નિર્ણય લેવો જ પડ્યો અને શો માંથી સિદ્ધૂને બહાર કરવામાં આવ્યો. 
 
શુ કહ્યુ હતુ સિદ્ધૂએ ?
 
ગુરૂવારે પુલવામાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો. જેમા 40 જવાન શહીદ થઈ ગયા. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે. હુમલા પર પાકિસ્તાનને ક્લીન ચિટ આપતા સિદ્ધૂએ કહ્યુ હતુ કે થોડાક લોકોને કારણે આખા દેશને દોષી માની શકાતો નથી.  આ કાયરાના હરકત હતી અને હુ પણ આનો વિરોધ કરુ છુ. પણ હિંસા હંમેશા નીંદનીય છે અને જેમણે આવુ કર્યુ છે તેમને સજા મળવી જોઈએ.