શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (15:58 IST)

Online TRP: કપિલ શર્માના શો અને નાગિન 3 ને પછાડીને આ શો બન્યો છે નંબર 1

દર અઠવાડિયે તમે એ વાતની રાહ જોતા હશો કે ગયા અઠવાડિયે ઓનલાઈન સ્ટ્રીમિંગમાં ટેલીવિઝન એંટરટેનમેંટના કયા શો અને સીરિયલે બાજી મારી છે ? અમે આખુ ઓનલાઈન ટીઆરપી ચાર્ટ લઈને હાજર છે. અહી જાણો કંઈ સીરિયલને દર્શકોએ આપ્યો મોટો ઝટકો. કોને હાથો હાથ લેતા આ અઠવાડિયે નંબર વન શો બનાવી દીધુ. 
સ્ટાર પ્લસના સીરિયલ "યે હૈ મોહબ્બતે" ને આ અઠવાડિયે સફળતા મળી છે. આ સીરિયલ 23.9 પોઈંટ્સ સાથે હવે પાંચમા પગથિયે આવી ગયુ છે. સીરિયલની સફળતાનુ સૌથી મોટુ કારણ શો માં બતાવાય રહેલ હાઈ વોલ્ટેજ ડ્રામા છે. 
સીરિયલ "ઈશ્ક મે મર જાવા" ને આ અઠવાડિયે 26.9 પોઈંટ્સ મળ્યા છે. આ પોઈંટ્સ સાથે ચોથા પગથિયા પર આવી ગયો છે. 
આ અઠવાડિયે સોની ટીવી પર  બતાવેલ ફેમસ કોમેડિયન કપિલ શર્મા નો "કોમેડી શો ધ કપિલ શર્મા શો" 31.0 પોઈંટ્સની સાથે પહેલા સ્થાનની પોઝીશનને ગુમાવીને ત્રીજા સ્થાન પર પહોંચી ગયુ છે. 
- કલર્સ ટીવી ના શો "નાગિન 3" એ આ અઠવાડિયે છલાંગ લગાવતા ઓનલાઈન રેટિંગ્સમાં બઢત બનાવી છે. હવે નાગિન 31.5 પોઈટસ સાથે બીજા નંબર પર આવી ગઈ છે. 
- સોની ટીવી ના શો "યે ઉન દિનો કી બાત હૈ"  એ 33.3 પોઈંટ્સ સાથે પહેલા સ્થાન પર આવી ગયુ છે.  જો કે આ શો કપિલ શર્માના શો ના આવ્યા પછી બીજા સ્થાન પર સરકી ગયો હતો.