મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (12:21 IST)

CID ફેમ દિનેશ ફડનીસે 57 વર્ષની ઉમંરે લીધા અંતિમ શ્વાસ

ટીવીના હિટ શો  CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને ફેમસ થનારા અભિનેતા દિનેશ ફડનીસે ગઈકાલે રાત્રે ચાર ડિસેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા. જીવન અને મોત સામે લડી રહેલા અભિનેતાનુ ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે નિધન થઈ ગયુ. દિનેશ ફડનીસે પોતાની પાછળ પોતાની પત્ની અને એક નાની પુત્રી તનુને છોડીને ગયા. દિનેશના નિધનથી હાલ ઈંડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. 
 
મિત્રએ આપ્યા નિધનના સમાચાર 
મીડિયા રિપોર્ટ્સ મુજબ દિનેશની હાલત ગંભીર હતી અને તે વેંટીલેટર સપોર્ટ પર હતા. તેઓ લીવર ડેમેજની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. એ પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેમને દયાનંદ શેટ્ટીએ નકાર્યો હતો અને બતાવ્યુ હતુ કે તેમનુ લિવર ડેમજ હતુ.  બીજી બાજુ તાજેતરમાં જ દિનેશના નિધનના સમાચાર તેમના નિકટના મિત્ર દયાનંદ શેટ્ટીએ એક વેબ પોર્ટલ દ્વારા આપ્યા અને જણાવ્યુ કે હા આ સાચુ છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમણે લગભગ 12.08 વાગે અંતિમ શ્વાસ લીધા. હુ હાલ તેમના ઘરમાં છુ.  તેમના અંતિમ સંસ્કાર આજે થશે. સીઆઈડીના લગભગ બધા લોકો અહી હાજર છે. 
 
અનેક વર્ષો સુધી સીઆઈડીમાં કામ કર્યુ 
ઉલ્લેખનીય છે કે દિનેશ ફડનીસને CID શો માં ફ્રેડિક્ર્સના નામથી ઓળખવામાં આવે છે. આ શો ટીવીનો સૌથી લોકપ્રિય શો હતો, જેમા ફ્રેડ્રિક્સ બાળકોથી લઈને વડીલો સુધીમાં પસંદગીના કલાકાર હતા.  ફક્ત સીઆઈડી જ નહી દિનેશે એક વધુ હિટ સિટ કોમ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કૈમિયો કર્યો હતો. તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કૈમિયોનો રોલ કરી ચુક્યા છે. પણ તેઓ વધુ સમય સુધી સીઆઈડી શો મા જોવા મળ્યા. તેમણે આ શો દ્વારા પોતાની ઓળખ બનાવી. તેમણે આ શો માં 1998થી લઈને 2018 સુધી કામ કર્યુ અને ક્રાઈમ જેવા શોમાં પોતાની કોમેડીથી લોકોના દિલમા ક્યારેય ન ભૂલાનારી ઓળખ બનાવી. આ શો મા દિનેશ 1998થી લઈને 2018 સુધી કામ  કર્યુ અને ક્રાઈમ જેવા શોમાં પણ પોતાની કોમેડીથી લોકોના દિલમાં ક્યારેય ન ભૂલાનારી ઓળખ બનાવી.  આ શો માં દિનેશ ફડનીસ ઉપરાંત શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી,  આદિત્ય શ્રીવાસ્તવ, જાનવી છેદા ગોપાલિયા,  ઋષિકેશ પાંડે, શ્રદ્ધા મુસલે જેવા અનેક વધુ કલાકાર ઓ પણ જોવા મળ્યા હતા.