બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 16 ડિસેમ્બર 2023 (13:01 IST)

CID ફેમ Vaishnavi Dhanraj ની સાથે થઈ મારપીટ, પોલીસ સ્ટેશન પહોંચી અભિનેત્રી, પોતાનો વીડિયો શેર કરીને જણાવી પોતાની સ્થિતિ

CID Actress Vaishnavi Dhanraj: ટીવીની  ઘણી હિટ  સિરિયલોમાં ફેન્સ વૈષ્ણવી ધનરાજને જોઈ ચૂક્યા છે. અભિનેત્રી CID અને તેરે ઇશ્ક મેં ઘાયલ જેવા ઘણા લોકપ્રિય શોમાં કામ કરવા માટે જાણીતી છે. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દરેકની મદદ માટે વિનંતી કરતી જોવા મળી રહી છે.

 
સીઆઈડી ફેમ વૈષ્ણવી ધનરાજ સાથે થઈ મારપીટ  
વિડીયોમાં વૈષ્ણવી પોતાના ફેન્સને જનાવ્યું કે તે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં હતી અને વિડીયોમાં અભિનેત્રીએ કહ્યું, 'હાય, હું વૈષ્ણવી ધનરાજ છું. મને અત્યારે ખરેખર મદદની જરૂર છે. હું કાશીમીરા પોલીસ સ્ટેશનમાં છું, મારા પરિવાર દ્વારા મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો. કૃપા કરીને મને મીડિયા, ન્યૂઝ ચેનલોમાં દરેકની મદદની જરૂર છે. કૃપા કરીને આવો અને મને મદદ કરો'
 
વૈષ્ણવી ધનરાજના વીડિયોમાં તેના ચહેરા અને શરીર પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. તેના હોઠ પર ઈજા હતી અને જમણા હાથના કાંડા પર પણ ઈજા હતી.
 
વિડિયો શેર કરી પોતાની સ્થિતિ જણાવી 
ઉલ્લેખનીય છે કે વૈષ્ણવીએ 2016માં એક્ટર નીતિન શેરાવત સાથે લગ્ન કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે વારંવાર ઘરેલુ હિંસાની ઘટનાઓ બાદ તેણે નીતિન સાથે છૂટાછેડા લીધા હતા. અભિનેત્રીએ નીતિનને કાઉન્સેલર તરીકે બોલાવીને તેના લગ્ન બચાવવાનો પ્રયાસ કરવાનો પણ ઉલ્લેખ કર્યો, જો કે તે સફળ થયું નહીં.
 
પતિથી પાસેથી લીધા છૂટાછેડા  
 
અભિનેત્રીએ આગળ કહ્યું- 'જ્યારે વસ્તુઓ નિયંત્રણ બહાર થઈ ગઈ, ત્યારે વૈષ્ણવી ઘરેથી ભાગી ગઈ અને પછી નીતિનને છૂટાછેડા આપી દીધા. એ જ ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, 'કદાચ તેણે મને માર્યો ન હોત, પરંતુ હું એટલી ડરી ગઈ કે હું ઘરેથી ભાગી ગઈ. તેણે મને એટલી ખરાબ રીતે માર્યો કે મારા પગમાંથી લોહી નીકળ્યું.
 
ઇન્ડસ્ટ્રીમાં વૈષ્ણવી ધનરાજનું કામ
 
તમને જણાવી દઈએ કે વૈષ્ણવીના ઘણા શો છે જેમાં તે ભાગ રહી ચુકી છે. સીઆઈડી, બેહદ, બેપન્નાહ, તેરે ઈશ્ક મેં ઘાયલ, નવરંગી રે અને આપકી નજરો ને સમજ વગેરે મુખ્ય શો જેણે તેને ઓળખ આપી હતી.