મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (01:05 IST)

શ્વેતા તિવારીના બ્રા અને ભગવાન વાળા કોમેંટ પર વધ્યો બબાલ, સોશિયલ મીડિયા પર બૉયકૉટ શરૂ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના વિવાદિત નિવેદન પછી તેમની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમની અને તેમની વેબ સીરીજનો બૉયકૉટ શરૂ થઈ ગયો છે.  આ વેબ સીરીઝ સાથે જોડાયેલા એક ઈવેંટ દરમિયાન જ શ્વેતાએ પોતાની બ્રા ના માપ અને ભગવાન સાથે જોડાયેલ આપત્તિજનક નિવેદન આપ્યુ હતુ. ટ્વિટર પર હવે લોકો શ્વેતા તિવારી વિરુદ્ધ ગુસ્સો કાઢી રહ્યા છે. શ્વેતાએ આ નિવેદન ભોપાલમાં આપ્યુ હતુ. મઘ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર ડોક્ટર નરોત્તમ મિશ્રાએ પોલીસથી તપાસ રિપોર્ટ માંગી છે. 

 
ભોપાલમાં શૂટ થશે વેબ સિરીઝ 
 
ટ્વિટર પર શ્વેતા તિવારીનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે, જોકે તેનું કારણ એક વિવાદ છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં શ્વેતા તિવારીના નિવેદન સામે લોકો ટ્વિટ કરી રહ્યા છે. તેની વેબ સિરીઝના બહિષ્કાર માટે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવામાં આવી રહ્યુ છે. વાસ્તવમાં તે એક વેબ સિરીઝને લઈને ભોપાલ ગઈ હતી. ફેશન સાથે જોડાયેલી આ વેબ સિરીઝનું શૂટિંગ ભોપાલમાં થશે.

 
લોકોએ ગણાવી ચિપ હરકત 
 
શ્વેતાએ મજાકમાં સ્ટેજ પર કહ્યું, મારી બ્રાની સાઈઝ  તો ભગવાન લઈ રહ્યા છે. તેમનું આ નિવેદન ઘણા લોકોને પસંદ આવ્યું નથી. હવે ટ્વિટર પર શ્વેતા તિવારીનો બહિષ્કાર ચાલી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ભગવાન પર શ્વેતા તિવારીની અભદ્ર કમેંટ. આ ચિપ મેંટાલિટી દર્શાવે છે. વય સાથે લોકો પરિપક્વ થાય છે, પરંતુ આમના કેસમાં વિપરીત  છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, શ્વેતા તિવારીનું શું કહેવું છે, ભગવાન તેમની બ્રાની સાઈઝ લઈ રહ્યા છે! શરમ આવવી જોઈએ કે આ લોકો ફેમસ થવા માટે ભગવાનના નામનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે.