શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (11:36 IST)

Sumona Chakravarti એ પણ છોડયો The Kapil Sharma Showનો સાથ ? ટૂંક સમયમાં જ આ શો માં જોવા મળશે

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે ન તો અક્ષય કુમાર (Akshay Kumar) हैं અને ન તો વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ (The Kashmir Files)પરંતુ આ વખતે તેમના શો ની જ કાસ્ટ છે ચર્ચાનુ કારણ.  જેવુ કે તમે જાણો છો કે કપિલ (Kapil Sharma)ના શો માંથી અનેક લોકો વિદાય લઈ ચુક્યા છે. . તેમા અલી અસગર (Ali Asgar), ઉપાસના સિંહ (Upasana Singh), સુનીલ ગ્રોહર એટલ કે ડો. ગુલાટી(Sunil Grover as Dr. Gulati) જેવા મોટા નામનો સમાવેશ છે. હવે સાંભળવા મળી રહ્યુ છે કે આ શો ને સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ પણ ટાટા બાય બાય કહી દીધુ છે. જો કે હજુ સુધી તેના પર કોઈ સત્તાવાર સૂચના મળી નથી. બસ એક પ્રોમ દ્વારા આ વાતનો અંદાજ લગાવી શકાય છે. 
 
શો મા કપ્પૂ કપ્પૂ કહેનારી અને તેની સાથે લગ્નના સપના જોનારી સરલા ગુલાટી ઉર્ફ સુમોના ચક્રવર્તી ટૂંક સમયમાં જ કપિલનો સાથ છોડી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ કોમેડી શો છોડીને નવા શોનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં આ વાતો હવામાં નથી કહી રહ્યા. આનો યોગ્ય પુરાવો પણ છે. તે કોઈ બંગાળી શોમાં દેખાવાની છે. તેણે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો પ્રોમો શેર કર્યો છે. તમે પણ જુઓ 

 
ZeeZest ના સત્તાવાર ઈંસ્ટા હૈંડલ પર પણ આ શો નો વીડિયો શેયર કર્યો છે. તેમા તે 22-25 વર્ષની છોકરીનુ પાત્ર ભજવતી  જોવા મળી રહી છે. આ શોનું નામ 'શોના બંગાળ' છે. જેમાં તે રેટ્રો અને આધુનિક બંને પાત્રોમાં જોવા મળે છે. તે જ ચેનલ પર બુધવાર 30 માર્ચથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે કપિલના શોને અલવિદા કહી દીધું છે.