રાખી સાવંતના ભાઈ વિરુદ્ધ ટીવી એક્ટ્રેસે છેડછાડનો આરોપ લગાવ્યો
બોલીવુડની આઈટમ ગર્લ અને એક્ટ્રેસ રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતને મુંબઈના ઓશિવારા પોલીસે ટીવી અભિનેત્રી રિતૂ ખન્ના સાથે ગેરવર્તણૂંક અને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી છે.
મુંબઈના ઓશિવારા લોખંડવાલા વિસ્તારમાં આવેલ એક કેફે કોફી ડેમાં ગઈ રાત્રે અભિનેત્રી રિતૂ ખન્નાએ પોતાના બોયફ્રેંડ રોહિત કપૂરની સાથે ગઈ હતી. એ સમયે ત્યા અભિનેત્રી રાખી સાવંતનો ભાઈ રાકેશ પણ પોતાના કેટલાક મિત્રો સાથે બેસ્યો હતો. રિતુ કહે છે કે રાકેશ સાથે તેમના અનેક મિત્રો પણ હતા અને તેમણે એમના પર કમેંટ કરવી શરૂ કરી દીધી અને ઘણા અશ્લીલ કમેંટ પણ કર્યા. એટલુ જ નહી તેમણે પોતાના મોબાઈલ દ્વારા રિતૂની ફોટો પણ લેવાનો પ્રયત્ન કર્યો.
દારૂના નશામાં રાકેશ સાવંત અને તેમની સાથે બેસેલા લોકોએ ગેરવર્તણૂંક કરી. ત્યારબાદ અભિનેત્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ધરપકડ કરી લીધી. પોલીસ મુજબ ધરપકડ સમયે રાકેશ દારૂના નશામાં હતો.