ટીવી પર ક્યારેય નહી દેખાય અંગુરી ભાભી, કપિલનો શો પણ હાથમાંથી ગયો

shilpa shinde
નવી દિલ્હી.| Last Modified ગુરુવાર, 14 એપ્રિલ 2016 (14:50 IST)
 
 અંગુરી ભાભી મતલબ શિલ્પા શિંદેના ફેંસ માટે ખરાબ સમાચાર છે. ભાભીજી ઘર પર હૈ માં તેમના ન દેખાતા ફેંસ પહેલા જ નિરાશ થઈને બેસ્યા છે. જોકે શર્માના નવા શો માં અંગુરી ભાભી જોવા મળશે એવા સમાચારથી ફેંસનો ચેહરો ખીલી ગયો હતો. પણ હવે જે સમાચાર સામે આવ્યા છે જેને જોતા એવુ લાગે છે કે બની શકે કે અંગુરી ભાભી ફરી ક્યારેય ટીવી પર જોવા ન મળે. 

અંગુરી ભાભીએ એકાએક શો છોડી દેવાના નિર્ણયના કારણે સિન્‍ટાએ તેની સામે કઠોર કાર્યવાહી કરવાનો સંકેત આપ્‍યો છે. તેની સામે નોન કોર્પોરેશન ડાયરેકિટવ જારી કરીને તમામને ચોંકાવી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી ભાભીજી ધર પર હે શોની અભિનેત્રી શિલ્‍પા શિન્‍દે ચર્ચામાં છે. પ્રોડકશન હાઉસની સાથે વિવાદ શુ છે તે સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી પરંતુ તે શોને છોડી દેવાનો નિર્ણય કરી ચુકી છે. હવે શોમાં તે અંગુરી ભાભીની ભૂમિકા કરવાનો ઇન્‍કાર કરી રહી છે. જો કે આ નિર્ણયના કારણે તે મુશ્‍કેલીમાં ફસાઇ શકે છે. સુત્રોએ વિગત આપતા કહ્યુ છે કે સિને એન્‍ડ ટીવી ર્આટિસ્‍ટ એસોસિએશને તેની સામે કઠોર નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. તેની સામે સહકાર નહી કરવાનો આદેશ રજુ કર્યો છે. આ બિન સહકારનો આદેશ જારી કરવામાં આવ્‍યા બાદ તે કોઇ પણ ટીવી પ્રોડક્‍શનની સાથે કામ કરી શકશે નહી. આ આદેશ બાદ કોઇ પણ નિર્દેશક અથવા તો નિર્માતા તેમની સાથે શોના શુટિંગ કરી શકશે નહી. સિટાના ચેરમેન અમિત બહેલે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમે અભિનેત્રી સાથે કેટલીક વખત સંપર્ક કરવાના પ્રયાસ કરી ચુક્‍યા છીએ જો કે તેનો સંપર્ક થઇ રહ્યો નથી. શોને આ રીતે છોડીને તે ખોટા દાખલા બેસાડી રહી છે. જેથી અમારી પાસે નિર્માતાને ટેકો આપવા સિવાય અન્‍ય કોઇ વિકલ્‍પ નથી. બીજી બાજુ શિલ્‍પા ઇચ્‍છે કે તેમની સામે કેસ યોગ્‍ય રીતે હાથ ધરવામાં આવે. કેસને લઇને ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ભાભીજી ધર પર હે સિરિયલ હાલમાં ભારે લોકપ્રિયતા જગાવી રહી છે. આ સિરિયલમાં આસિફ શેખ મુખ્‍ય ભૂમિકામાં છે. જો કે સંપૂર્ણ ચિત્ર હજુ સુધી સ્‍પષ્ટ થયુ નથી. અંગુરી ભાભીની લોકપ્રિયતા સિરિયલમાં વધી રહી છે. 


આ પણ વાંચો :