પુરૂષો સ્ત્રીની બ્રા જોઈને અસહજ કેમ થઈ જાય છે ?

saloni chopra
મુંબઈ.| Last Updated: મંગળવાર, 5 જુલાઈ 2016 (16:24 IST)
સલોની ચોપડાની એક ઈંસ્ટાગ્રામ પોસ્ટની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. સલોનીએ હાથમાં બ્રા લઈને એક તસ્વીર પોસ્ટ કરતા કહ્યુ છે કે અમારી ફક્ત અમારા શરીરનો એક ભાગ છે. અમારુ સન્માન કે ગરિમા નથી.

પોતાની એક લાંબી ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં સલોનીએ બ્રા અને મહિલાઓની બ્રેસ્ટ પ્રત્યે લોકોના નજરિયા પર સવાલ ઉઠાવતા લખ્યુ છે કે જો શર્ટ વગર ફરી શકે છે તો એક મહિલા પોતાની બ્રા ની પટ્ટી કેમ નથી બતાવી શકતી ?
સલોનીએ આ પોસ્ટને 10 હજારથી વધુ વાર લાઈક કરવામાં આવી છે. પોતાની પોસ્ટમાં સલોનીએ લખ્યુ, 'જીંદગી બ્રા જેવી છે અને મહિલાઓને પોતાની કામુકતાને લઈને વધુ ખુલ્લા વિચારોનુ બનવુ જોઈએ.'

પોતાની પોસ્ટમાં તેણે લખ્યુ કે કેટલાક એવા બીમાર લોકો પણ હોય છે જેમને બ્રા નુ ફીતુ બતાવવાથી પણ સમસ્યા થાય છે.
તેમણે લખ્યુ કે બ્રા શરીરનુ એક અંગને ઢાકવાનુ કપડુ છે. એ જ રીતે જે રીતે સ્કર્ટ છે. તેમણે લખ્યુ, 'આમા આટલી મોટી વાત શુ છે ? કેમ લોકો યુવતીની બ્રેસ્ટ જોઈને અસહજ થઈ જાય છે ? શુ પુરૂષ આટલા નબળા હોય છે
?
એવુ નથી કે અમારી બ્રેસ્ટ પવિત્ર હોય છે.
એ ફક્ત અમારા શરીરનો એક ભાગ જ છે. પોતાની પોસ્ટમાં સલોનીએ લખ્યુ કે સમાજમાં એવી હાલત બનાવી દીધી છે કે મહિલાઓએ પોતાની બ્રા છુપાવવી પડે છે.

આ એવી વસ્તુ નથી જેને છુપાવવી જોઈએ. હકીકતમાં તો આ ખૂબ સુંદર હોય છે.. છે કે નથી ?

"હુ આ વાતથી કંટાળી ગઈ છુ કે મહિલાઓને દરેક વખતે શર્મશાર થવાને લઈને વિચારવુ પડે છે.
પૈડ, ટેમ્પૂન, અંડરગારમેંટ્સ, અમારુ શરીર, અમારી ઈચ્છાઓ, સેક્સ. હવે આ વાતને ખતમ કરવી જોઈએ. તમારા મગજને આઝાદ કરો."

લૈલા સઈદે લખ્યુ, "આ એ બિન બરાબરીનુ પ્રતીક છે જેનો સામનો મહિલાઓએ રોજ કરવો પડે છે.
કેટલાક લોકોનુ માનવુ છે કે સલોની ફાલતુ મુદ્દો ઉઠાવી રહી છે. અનેક લોકોએ તેને નિશાન પણ બનાવી છે. એક યૂઝરે કમેંટ કર્યુ, અમને તારી બ્રા થી કોઈ ફરક નથી પડતો. તુ તેને બતાડવા સ્વતંત્ર છે પણ દેશમાં બીજા પણ ખૂબ જરૂરી મુદ્દા છે જેના પર તારી બ્રા કરતા વધુ ધ્યાન આપવાની જરૂર છે.
કેટલાક લોકોએ તો એ પણ કહ્યુ કે સલોની આ બધુ પબ્લિસિટી માટે કરી રહી છે.


આ પણ વાંચો :