'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' શો ને સાઢા ચાર વર્ષ પછી નાયરાએ કર્યુ અલવિદા, શેયર કર્યો Video

shivangi joshi
Last Modified સોમવાર, 11 જાન્યુઆરી 2021 (19:31 IST)
લોકપ્રિય ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. પોતાની સ્ટોરીલાઈન અને શોની કાસ્ટને કારણે પ્રખ્યાત છે. આ શોમાં પહેલા અક્ષરા અને નૈતિકની સ્ટોરી
બતાવવામાં આવી હતી. અક્ષરાની ભૂમિકામાં હિના ખાનને લોકોએ ઘણો પ્રેમ આપ્યો. ત્યાર પછી, નાયરા અને કાર્તિકની સ્ટોરીએ શોને વધુ આગળ વધાર્યો. નાયરાના પાત્રમાં શિવાંગી જોશીને પણ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. પરંતુ હવે નાયરા જલ્દીથી શોમાંથી અલગ થવા જઈ રહી છે.

નાયરાના પાત્રનો અંત

શિવાંગીના ફેન્સ માટે આ સમાચાર ચોંકાવનારા છે કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ શોમાંથી ટૂંક સમયમાં નાયરાના પાત્રનો અંત લાવશે. શિવાંગીએ વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ વીડિયોમાં શિવાંગીએ સફેદ રંગનો સલવાર સૂટ પહેર્યો છે. તે કહે છે- નાયરાના પાત્રને પાછળ રાખીને આગળ વધવું મારા માટે ખૂબ મુશ્કેલ રહેશે. પરંતુ તેકહે છે કે સ્ટોરીનો અંત થઈ શકે છે પાત્રોનો નહી.સાઢા 4 વર્ષમાં નાયરાએ નિભાવ્યા અનેક પાત્ર

આગળ પોતાના પાત્ર વિશે વાત કરતા કહે છે કે સાડા ચાર વર્ષમાં શિવાંગી નાયરા ક્યારે અને નાયરા શિવાંગી ક્યારે બની ગઈ તે ખબર જ ન પડી.
મને નાયરા સાથે ઘણા પાત્રો ભજવવાની તક મળી. એક પુત્રી, એક વહુ અને માતા. પરંતુ મારા માટે સૌથી સુંદર પાત્ર પત્નીનું હતું. કાર્તિક અને હું એક સાથે કાયરા બન્યા અને દુનિયાની બધી ખુશીઓ મને કાયરા તરીકે મળી. હવે સમય આવી ગયો છે નાયરાના પાત્રને અલવિદા કહેવાનો.... !શોનો પ્રોમો સામે આવ્યો છે જેમાં નાયરા પર્વતની ટોચ પરથી નીચે પડી જાય છે. આ પ્રોમોની સાથે શિવાંગી જોશીનો આ વીડિયો એ ચોખવટ કરે છે કે નાયરાનું પાત્ર હવે શોમાંથી સમાપ્ત થવા જઇ રહ્યું છે. હવે વાર્તામાં કયો નવો વળાંક આવશે, તે આવનારા એપિસોડમાં દ્વારા જ જાણી શકાશે.


આ પણ વાંચો :