શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગાઇડ
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 21 મે 2012 (16:23 IST)

'સત્યમેવ જયતે'માં આમિરની ટીકા કરનારાઓને હરિશ ઐયરનો જવાબ

P.R

હજારો દર્શકો જ્યારે આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'ની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે અમુક એવા પણ લોકો છે જે તેની આલોચના કરી રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે આમિર માત્ર પૈસા ખાતર આ કામ કરી રહ્યો છે.

તેના ટીકાકારોમાં રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ પણ આમિરને માત્ર 'તકવાદી' ગણાવ્યો છે અને કહ્યુ હતું કે તે માત્ર સારા પૈસા મળતા હોવાથી આ મુદ્દાઓ વિશે વાત કરી રહ્યો છે.

અલબત્ત, આમિર પોતાના ટીકાકારો સામે સૌથી શ્રેષ્ઠ જવાબ આપ્યો છે, મૌન. તેમ છતાં, શોના બીજા એપિસોડમાં હાજરી આપી ચૂકેલા બાળ યૌન શોષણનો ભોગ બનેલા મુંબઈના હરીશ ઐયર કહેલી વાત આમિરના આ ટીકાકારોના મોં બંધ કરી દેશે.

હરિશે ટ્વિટ કરી હતી કે, "લોકો મને પૂછી રહ્યા છે કે આમિર ખાન આ ઉદ્દેશને લઈને કેટલી નિષ્ઠા ધરાવે છે. હું પૂછુ છું કે તમે કેટલા નિષ્ઠાવાન છો જે તમે તેને આ પ્રશ્ન પૂછી રહ્યા છો."

તેણે આગળ લખ્યુ હતું કે, "અમુક લોકો બદલાવ શરૂ કરે છે અને અમુક લોકો બદલાવ લાવે છે. આમિર ખાને બદલાવની શરૂઆત કરી છે, તેણે જ્યોતને પ્રજવલિત કરી છે..ચાલો એ આગને બળતી રાખીએ."