શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : મંગળવાર, 8 ડિસેમ્બર 2015 (14:30 IST)

સિંહસ્થ 2016માં ગુરૂ અને રાહુના કારણે બનશે ગુરૂ ચાંડાલ યોગ

વર્ષ 2016માં મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં સિંહસ્થના મેળો લાગશે. સિંહસ્થ 22 અપ્રેલ થી 21 મે 2016 સુધી રહેશે. ઉજજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જ્યારે ગુરૂ સિંહ રાશિમાં સૂર્ય એમની ઉચ્ચ મેષ રાશિમાં અને ચંદ્રમા તુલા રાશિમાં હોય છે. ત્યારે ઉજ્જૈનમાં સિંહસ્થ મેળાની શરૂઆત હોય છે. 
 
એટલે કહેવાય છે કે સિંહ રાશિમાં હોવાના કારણે આ આયોજન થાય છે , તેથી એને સિંહસ્થ કહે છે. ઉજજૈનમાં જ્યારે સિંહસ્થના મેળો લાગશે ત્યારે ગુરૂ ચાંડાલ યોગ રહેશે . તે સમયે સિંહ રાશિમાં ગુરૂ સાથે રાઉ પણ રહેશે ,  આ કારણે ગુરૂ ચાંડાલ યોગ બનશે. સૂર્ય અને શુક્ર ઉચ્ચ રાશિમાં રહેશે. મંગ્લ પોતે સ્વયંની રાશિ વૃશ્ચિક રાશિમાં રહેશે. મંગળ સાથે એમના શત્રુ શનિ પણ વૃશ્ચિક રાશિમાં રહેશે. 
 
1980માં પણ બન્યા હતા એવા યોગ  
8 જાન્યુઆરી 2016ને રાહુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. એ પછી ગુરૂ અને રાહુ સિંહ રાશિમાં રહેશે. રાહુ અને કેતુ એક રાશિમાં 18 માસ સુધી રહે છે. આથી રાહુ 8 જુલાઈ 2017ને રાશિ બદલીને કર્કમાં જશે. આ સંબંધે પંચાગ ભેદ પણ થઈ શકે છે. 1980માં ગુરૂ સાથે રાહુની યુતિ સિંહ રાશિમાં બની હતી અને એ સમયે પણ સિંહસ્થના આયોજન થયા હતા. ત્યારે સિંહ રાશિમાં ગુરૂ સાથે શનિ અને મંગળ પણ હતા.