બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (12:30 IST)

મહિલાઓ માટે સરકારની જોરદાર યોજના

matru vandana yojana - જો તમે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છો કે લેવા ઈચ્છો છો તો તમે મોદી સરકારની આ યોજનાથી 5000 રૂપિયાની રાશિ મેળવી શકો  છો. આ એક એવી યોજન આ છે જેના ફાયદો માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે છે. પરંતુ 19 વર્ષ પહેલા ગર્ભવતી થયેલ મહિલાઓને આ યોજનાનો લાભ નહિ મળે.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (pradhan mantri matru vandana yojana) મોદી સરકારના નેતૃતવમાં ચલાવવામાં આવતી એક ખાસ પહલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓના સ્વાસ્થયમાં સુધાર કરવો છે. 
 
પીએમ માતૃ વંદના યોજનામાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5000 રૂપિયા રોકડ પૈસા મળે છે. જે  ત્રણ અલગ-અલગ હપ્તામાં ડીબીટીથી સીધા મહિલાઓના બેંક અકાઉંટમાં મોકલવામાં આવે છે. પ્રેગ્નેંટ મહિલાને આ યોજના હેઠણ રજીસ્ટ્રેનના સમયે 1000 રૂપિયાની હપ્તામાં આપવામાં આવે છે અને  અને છઠ્ઠા મહિનામાં ઓછામાં ઓછી એક તપાસ પછી, 2,000 રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવે છે. અને અંતે, બાળકના જન્મની નોંધણી પછી, 2,000 રૂપિયાનો ત્રીજો અને અંતિમ હપ્તો આપવામાં આવે છે.