શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (16:20 IST)

ELECTION SPECIAL: પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કોણ કેટલા પાણીમાં ?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ દોરમાં પશ્ચિમી ભાગના 15 જીલ્લાની 73 સીટ પર શનિવારે વોટ નાખવામાં આવશે. ગુરૂવારે સાંજે આ બધી સીટો પર પ્રચાર થમી ગયો. પહેલા ચરણની ચૂંટણી કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલ ભારતીય જનતા પાર્ટી, પ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટી (જેણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધુ છે) અને બહુજન સમાજ પાર્ટી માટે ખૂબ જ મહત્વની છે.  લોકસભા ચૂંટણીમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહેલ રાષ્ટ્રીય લોકદળ પણ આ ચરણમાં સારુ પ્રદર્શન કરવાની આશા લગાવી રહ્યા છે. 
 
 
અત્યાર સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેવી તસ્વીર ઉભરાઈને સામે આવી રહી છે.. તે અંગેનુ અવલોકન જોવા જઈએ તો.. 
 
તસ્વીર સ્પષ્ટ નથી. કોઈ લહેર નથી કે કોઈ મુદ્દો પણ નથી. મુદ્દા પુષ્કળ છે અને દરેક પાર્ટી પોતાનો મુદ્દો જુદી રીતે રજુ કરી રહી છે.  
મુસ્લિમ વોટ કોને  ? 
 
આ ક્ષેત્રમાં અનેક ભાગમાં મુસલમાનોની વસ્તી 30થી 40 ટકા સુધીની છે. 
કોંગ્રેસ અને સપા વચ્ચે જો ગઠબંધન થયુ છે તેનાથી મુસલમાનોના વોટ વહેંચાઈ જવાનુ અનુમાન છે. 
વોટોની વહેંચણી બીએસપી અને સપા-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે થઈ શકે છે અને આ એક નિર્ણાયક પહેલુ બની શકે છે. 
જો કે 2014માં ધ્રુવીકરણ થયુ હતુ. મુજફ્ફરનગરના રમખાણો પછી ચૂંટણીના બધા સમીકરણ બદલાયા હતા. 
ત્યારે લોકો સપા અને બીજેપી વચ્ચે વહેંચાઈ ગયા હતા. 
તેને કારણે લગભગ બધી જાતીયોએ એક બાજુ થઈને બીજેપીની જીતાવી  હતી. પણ આ વખતે તે સ્થિતિ નથી. 
ખાસ કરીને જાટ જેમણે 2014માં લોકસભા ચૂંટણીમાં બીજેપીની ખૂબ મદદ કરી હતી. આ વખતે તેઓ રાષ્ટ્રીય લોકદળ તરફ વળી ગયા છે. 
મુસ્લિમ સપા અને બસપા વચ્ચે વહેંચાય ગયા છે. ક્યાક ક્યાક રાષ્ટ્રીય લોકદળનુ પણ સમર્થન કરી રહ્યા છે. 
 
બીજેપીને કોનો સાથ  ?
 
આવી સ્થિતિમાં બીજેપીને ફાયદો મળવો જોઈતો હતો પણ દલિત વોટ બીજેપીની સાથે નથી. જાટ વોટ સાથે નથી. બીજી બાજુ પછાત જાતિયો બીજેપી સાથે નથી.  નોટબંધીને કારણે કેટલીક હદ સુધી વેપારી વર્ગ પણ બીજેપીથી નારાજ છે.  બીજેપી દરેક સીટ પર મુકાબલામાં છે પણ તેની લહેર નથી. 
 
ભ્રમિત મતદાતા 
 
વર્ષ 2014માં પશ્ચિમી ઉત્તર પ્રદેશના કારણે આખા પ્રદેશમાં માહોલ બન્યો હતો.  પણ આ વખતે પશ્ચિમી ઉત્તર પ્રદેશ ભ્રમમાં છે.  મે જેટલુ જોયુ મુસ્લિમ સપા-કોંગ્રેસની તરફ વળી રહ્યા છે પણ સપા પાસે બીજો કોઈ બેસ વોટ નથી 
 
પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જ્યા એક બાજુ મુસલમાન વધુ સંખ્યામાં છે તો બીજી બાજુ ચૂંટણી પહેલા અંતિમ 72 કલાક મહત્વના છે. 
તેઓ અંતિમ સમયે નક્કી કરે છે કે બીજેપીને હરાવવાની સ્થિતિમાં કંઈ પાર્ટી છે તેઓ તેના પક્ષમાં વોટ કરે છે.  હાલ કાંટાની ટક્કર દેખાય રહી છે. જ્યા જીત-હાર મોટાભાગે એક કે બે હજાર વોટોથી જ થશે.