મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (11:26 IST)

ઓપિનિયન પોલ - યૂપીમાં સીએમ પદ માટે અખિલેશ પ્રથમ પસંદ

ઉત્તર પ્રદેશની ખુરશીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે એ.બીપી ન્યૂઝ લોકનીતિ-સીએસડીએસના સર્વે મુજબ સપા-કોંગ્રેસ ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સીટો મળશે. એટલુ જ નહી સર્વે મુજબ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મુખ્યમંત્રીના રૂપમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે. જો કે તેમની લોકપ્રિયતામાં થોડી કમી આવવાની વાત સમએ આવી છે. કારણ કે આ પહેલાના સર્વેમાં જ્યા 28 ટકા લોકોએ તેમને મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કર્યા હતા તો હવે બીજી બાજુ તેમને 26 ટકા લોકોએ પોતાની પસંદ બતાવી. 
 
સર્વે મુજબ સપા-કોંગ્રેસ ગઠબંધનને 35 ટકા, ભાજપા ગઠબંધનને 29 ટકા અને બસપાને 23 ટકા લોકોનું સમર્થન મળશે. તો અન્ય દળો અને ઉમેદવારોને 13 ટકા લોકોનુ સમર્થન મળવાની આશા છે. સીટોના મામલે પણ સપા-કોંગ્રેસ ગઠબંધન સૌથી આગળ છે. સર્વે મુજબ સપા-કોંગ્રેસ ગઠબંધન પછી 18 થી 25 વર્ષના યુવાઓ વચ્ચે ભાજપા સર્વાધિક લોકપ્રિય છે. 
 
કોણી બનશે સરકાર