Makar Sankranti Nu Daan: મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, મળશે ઈચ્છિત ફળ
Makar Sankranti Nu Daan: મકર સંક્રાતિ ભગવાન સૂર્યની ઉપાસનાનુ સૌથી મોટો પર્વ છે. સનાતન ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે દક્ષિણાયણથી ઉત્તરાયણ થાય છે. આ બંનેના રાશિ પરિવર્તને કારણે મકર સંક્રતિના દિવસનુ વિશેષ મહત્વ થઈ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થવાને કારણે દેશમાં શીત ઋતુની સમાપ્તિ થવા લાગે છે. પુરાણોમાં તીન દેવતાઓના દિવસની સંજ્ઞા આપવામાં આવી છે. આ કાળમાં બધા શુભ અને માંગલિક કાર્યની શરૂઆત થવા માંડે છે. મકર સંક્રાતિના દિવસે સ્નાન અને દાનનુવિશેષ મહત્વ છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓ ગંગા-યમુનામાં અક્ષય ફળની પ્રાપ્તિ માટે સ્નાન કરે છે.
મકરસંક્રાંતિના દિવસે ચોખા અને દાળની ખીચડી અને તલ-ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસને ખીચડી પણ કહેવામાં આવે છે. આ સાથે જ્યોતિષીઓ મકરસંક્રાંતિના દિવસે ઈચ્છિત પરિણામ મેળવવા માટે રાશિ પ્રમાણે દાન કરવાની સલાહ આપે છે. આવો જાણીએ તેમના વિશે
1- મેષ - આ રાશિના લોકોએ તાંબાના વાસણ, દહીં અથવા તલ-ગોળનું દાન કરવું જોઈએ
2-વૃષભઃ- આ રાશિના લોકોને ચાંદીની વસ્તુ અથવા તલનું દાન કરવું લાભદાયક રહેશે.
3-મિથુનઃ- મિથુન રાશિના જાતકોને આ દિવસે પીળા વસ્ત્રો અને ગોળનું દાન કરો.
4- કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ.
5- સિંહ રાશિઃ- સિંહ રાશિના લોકો માટે ગોળ અને ઘઉંનું દાન કરવું ફાયદાકારક રહેશે
6-કન્યા રાશીઃ- આ રાશિના જાતકોને લીલા મગ અને તલનું દાન કરવું સૌભાગ્યશાળી રહેશે.
7-તુલા રાશિ - આ દિવસે તુલા રાશિવાળાને 7 પ્રકારના અનાજ અને ગોળનું દાન કરો.
8- વૃશ્ચિકઃ- આ રાશિના જાતકોને લાલ વસ્ત્ર અને દહીંનું દાન કરવું શ્રેષ્ઠ છે.
9-ધનુ રાશિઃ- ધનુ રાશિના લોકોએ આ દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
10-મકરઃ- આ દિવસે મકર રાશિના લોકોને ધાબળા અને ગોળનું દાન કરવું લાભદાયક રહેશે.
11- કુંભ - આ રાશિના જાતકોને શુદ્ધ ઘી અને ખીચડીનું દાન કરવું શુભ હોય છે.
12- મીન - મીન રાશિના લોકોને ચણાની દાળ અને તલનું દાન કરવું લાભદાયક રહેશે.