સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (15:04 IST)

આજથી દરરોજ કરશો આ કામ તો મળશે કિસ્મતનો સાથ

"રોજ સવારે કરો હથેળીના દર્શન" - Karaagre Vasate Lakshmi
 
'કરાગ્રે વસતે  લક્ષ્મી કર મધ્યે સરસ્વતી
કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ' 
 
એટલે હાથના  અગ્રભાગમાં લક્ષ્મીનો નિવાસ છે હાથના મધ્યમાં સરસ્વતી રહે છે અને હાથના મૂળભાગમાં ભગવાન નારાયણ ગોવિંદ રહે છે. આથે સવારે "કર" હાથ ના દર્શન કરવા જોઈએ. 
 
ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને  બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય છે. સંસારમાં મનુષ્ય સારા ખરાબ જે પણ કાર્ય કરે છે,  તે હાથથી જ કરે છે આ  હાથ જ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે. મૂળ  શ્લોક્માં જણાવ્યું છે કે માનવ જીવનની સફળતા માટે સંસારમાં ત્રણ વસ્તુઓની જરૂર  હોય છે. ધન, જ્ઞાન અને ઈશ્વર એમાંથી એક પણ વગર જીવન અધૂરુ  છે.  આ ત્રણ લભ્યભૂત વસ્તુઓ આપણા હાથ , જે કર્મના પ્રતીક છે માં નિવાસ કરે છે. એટલે હાથ દ્વારા શુભ કાર્ય કરી આપણે આ વસ્તુઓ મેળવી શેકીએ છીએ. આથી હાથના અવલોકન કર્લિતો શ્લોક બોલીને ભાવનાને  આત્મસાત કરવું જોઈએ. અને દૃઢ નિશ્ચય કરવો  જોઈએકે હું બીજાના સહારે ન રહી પોતાના હાથ ઉપર નિર્ભર રહીશ એનાથી પરિશ્રમ કરી દરિદ્રતાને પરાસ્ત કરીશું અને અંતમાં મારા ગોવિંદને મેળવી જીવનમુક્ત થઈ જઈશુ.