1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. વેલેંટાઈન ડે

દિલની ગભરાહટ

દિલની ગભરાહટ
W.DSatmeet
આજે તો મારુ દિલ જોરથી ઘડકી રહ્યુ છે
તેમની સાથે છે મુલાકાત એટલે ગભરાઈ રહ્યુ છે

બહુ થઈ ગઈ છાનીમાની નજરોથી નજરની ટક્કર
આજે તો સામે મળશુ વિચારીને આવી રહ્યા છે ચક્કર

કેવુ છે આ નાદાન દિલ, જે તેમની એક ઝલક માટે તડપે છે
પણ તે નજીક આવતા પહેલા જ દિલના ઘબકારા કેમ વધે છે

આજે જ્યારે તેમનો સામનો થશે તો કશુ તો જરૂર થવાનુ છે
આટલા વર્ષથી સાચવેલુ દિલ ક્ષણમાં તેમનુ થઈ જવાનુ છે

કેવી રીતે મેળવીશ મારી નજર તેમની નજરોથી,
વેધી નાખશે દિલ મારુ તેમની નજર. ઝૂકી જશે નજર મારી શરમથી
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો