મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By હરેશ સુથાર|

પ્રેમ મેળવવાનો, સમજવાનો અવસર....

P.R

શહેરનો એક મોભાદાર પરિવાર. એમાં વળી ઘરમાં એક માત્ર દિકરી, એનું નામ કાજલ, ઘરમાં બધાની એ લાડલી હતી. ઘરના નોકરથી લઇ એના મમ્મી પપ્પા સહિત સૌ કોઇ એના બોલ ઉપાડી લે. પાણી માગે ત્યાં દૂધ મળે એવા માહોલમાં એણે ઘરની બહાર પગ મુક્યો. આ દરમિયાન કોલેજમાં એની મુલાકાત પરાગ સાથે થઇ. બંને વચ્ચે પ્રેમ થયો. નસીબ જોગે બંને એક જ જ્ઞાતિ નીકળ્યા.

પરંતુ એ લોકો સાથે સંબંધ બાંધવા કાજલના પિતાની ના હતા પરંતુ પુત્રીના પ્રેમમાં એ ના કહી ના શક્યા. બંનેના લગ્ન થયા. સમય આ શું ખુશીના માહોલમાં મોટી થયેલી કાજેલને લગ્ન બાદ પરાગમાં એકદમ પરિવર્તન દેખાયું. લગ્ન પહેલા પ્રેમની વાતો કરતો તેનો પરાગ આજે બદલાઇ ગયો હતો. પપ્પાની વાત યાદ કરી કાજલ આજે આંખમાં જ આસુના દરિયાને સુકવી રહી છે....

પ્રેમના એકરાર કરવાના તથા તેને સમજવાના આ દિવસે આ કિસ્સો એટલા માટે ટાકી રહ્યો છું કે અત્યારે દેખાય છે એટલું સોનું નથી. પ્રેમ આંધળો જ નહીં લપસણો પણ છે. માટે જ અહીં કાળજી રાખવી ખૂબજ જરૂરી છે. પ્રેમના આ દિવસનું મહત્વનું સમજો. તમે તમારા મિત્ર કે પ્રેમીને જીવનસાથી બનાવતાં પહેલા તેને બરોબર જાણો, તેની રીતરસમ અને તમે ક્યાં ફીટ છો ? ક્યાં નથી? એનો બારીકાઇથી ગ્રાફ બનાવો. પછી એનું કેલક્યુલેશન કરી જાણો કે તમારી પસંદ તમારા માટે સાચે જ પ્રેમદાયક છે કે પછી દુખદાયક. વેલેન્ટાઇન ડેની તમારા મિત્રો, પ્રેમી સાથે મસ્તીભેર ઉજવણી કરો, એના દ્વારા જ તમને તમારી આસપાસ જે કોઇ પણ છે એની સાચી ખબર પડશે.

આજના ટીવી કલ્ચર તથા મોબાઇલ કલ્ચરને પગલે એકબીજા સાથે સંપર્કમાં આવવું એકદમ આસાન થઇ પડ્યું છે. કોઇ લંપટ એનો ફાયદો ના ઉઠાવી જાય એની કાળજી રાખવી એ આપણી ફરજ જ નહીં આપણા માતા-પિતા તથા પરિવાર પ્રત્યેની આપણી એક જવાબદારી પણ છે. તો આવો આટલી બાબતોની તકેદારી રાખી મોજમસ્તીથી ઉજવવીએ વેલેન્ટાઇન ડે....

એક્સ્ટ્રા સ્ટ્રોક...
પ્રેમના આ દિવસની ઉજવણી કરનાર પ્રેમીઓને ભાગ્યેજ ખબર હશે કે જેના નામ પર તેઓ આ દિવસની ઉજવણી કરી રહ્યા છે તે સંત વેલેન્ટાઇનને કેડ સુધી જમીનમાં દાટી પથ્થર મારી મારી નાંખવાની સજા કરવામાં આવી હતી.