Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે
ફેબ્રુઆરી મહીનો પ્રેમનો મહીનો છે અને આ મહીનામાં વેલેંટાઈન વીક પણ આવે છે. પ્રેમના આ તહેવારની શરૂઆત 7 ફેબ્રુઆરી અને આ તહેવાર 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરીને સમાપ્ત થાય છે. આજે 13મી ફેબ્રુઆરી છે અને સમગ્ર વિશ્વમાં કિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કિસ ડે પર, લોકો તેમના પ્રિયજનોને ચુંબન કરે છે અને તેમને તેમની લાગણીઓ દર્શાવે છે. તમારા પાર્ટનરને કિસ કરવી એ ખૂબ જ સુંદર અહેસાસ છે, પરંતુ શું તમે જાણો છો કે કિસના વિવિધ પ્રકાર હોય છે. વિવિધ પ્રકારના ચુંબનનો પણ અલગ અલગ અર્થ હોય છે.
1. સ્પાઈડર કિસ -
જ્યારે તમારો પાર્ટનર તમને પાછળથી ગળે લગાવે છે અને તમને ચુંબન કરે છે ત્યારે તેને સ્પાઈડર કિસ કહેવામાં આવે છે. સ્પાઈડર કિસ હંમેશા આત્મીયતા દર્શાવે છે. તે તમારા જીવનસાથી પ્રત્યે તમારા પ્રેમાળ અને સંભાળ રાખનાર સ્વભાવનું પ્રતીક માનવામાં આવે છે.
2. નોન રોમાંટિક કિસ
કોઈને ગ્રીટ કરતા સમયે કરેલ કિસ નોન રોમાંટિક કિસ હોય છે. આ પ્રકારના કિસ માથા પર કરાય છે. આ દરમિયાન ઉંમર, સંબંધ, સંસ્કૃતિ વગેરેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. અમેરિકા, યુકે વગેરેમાં સ્ત્રી-પુરુષો પણ આ પ્રકારની કિસ કરે છે, પરંતુ ભારત કે આરબ દેશોમાં આવું નથી.
3. નોન સેક્સુઅલ કિસ
આ કિસ પ્રેમ જોવાવા તો કરાય છે પણ તેને સેક્સુઅલ નહી માનવામાં આવે છે. જેમ કે કપાળ કે ગાલ પર ચુંબન કરવું. કેટલાક કિસ્સાઓમાં, તેને કાળજી બતાવવાની રીત પણ ગણી શકાય. બિન-જાતીય ચુંબન મોટે ભાગે નજીકના મિત્રો અથવા સંબંધીઓ સાથે કરવામાં આવે છે. જોકે, આ પ્રકારની કિસ રોમેન્ટિક રિલેશનશિપ દરમિયાન પણ થઈ શકે છે.
4. ફાર્મલ કિસ
તમે ક્યારે ફિલ્મમાં હીરોને હીરોઈનને હાથ પર ચૂમતા જોયુ છે. આ પણ બ્રિટિશ સભ્યતાનો એક ભાગ છે. ઔપચારિક રીતે કોઈને અભિવાદન કરતી વખતે આ પ્રકારની ચુંબન કરવામાં આવે છે. મોટેભાગે પુરૂષો સ્ત્રી સાથે આવું કરે છે. પરંતુ શરત એ છે કે જેના હાથને ચુંબન કરવામાં આવી રહ્યું છે તે વ્યક્તિનો દરજ્જો ઘણો ઊંચો હોવો જોઈએ.
5. કેયર વાળુ કિસ
વાળ પર કે માથા પર કિસ કરવુ દેખભાલ કરવાને ઈશારો આપે છે. તેનો અર્થ છે કે તમે સામે વાળાની ચિંતા છે અને તમે આ દ્વારા તમારી ચિંતા દર્શાવી રહ્યા છો. ઘણી વખત કોઈ બીમાર હોય ત્યારે પણ આ પ્રકારની કિસ કરવામાં આવે છે. આ પ્રકારની ચુંબન ખૂબ જ ઊંડા ભાવનાત્મક સંબંધ દર્શાવે છે.
6. એરોટિક કિસ
આવુ કોઈ પણ જે સેક્સુઅલ પ્લેઝરને દેખાવે છે તેને એરોટિક કિસ કહેવાય છે. આવા ચુંબનના પ્રકાર ફ્રેન્ચ કિસ, એસ્કિમો કિસ, પેક કિસ, નેક કિસ વગેરે હોઈ શકે છે. આ હંમેશા રોમેન્ટિક કિસ માનવામાં આવે છે. એવું જરૂરી નથી કે આ ફક્ત હોઠ પર જ કરવામાં આવે. ગરદન પર ચુંબન, કાન પર ચુંબન વગેરે પણ આવા જ પ્રકારના ચુંબન છે. આ હંમેશા પોતાના પાર્ટનર માટે જ કરવામાં આવે છે.
Edited By- Monica sahu