Valentine Special- રેડ વેલ્વેટ પેનકેક
સામગ્રી
1 કપ - લોટ
અડધો કપ છાશ
અડધો કપ ખાંડ
1 ચમચી કોકો પાવડર
અડધી ચમચી ખાવાનો સોડા
1 ચમચી- લાલ ફૂડ કલર
અડધી ચમચી-વેનીલા એસેન્સ
1 કપ માખણ
રેડ વેલ્વેટ પેનકેક રેસીપી
સૌ પ્રથમ, ઉપર જણાવેલ ઘટકો તૈયાર કરો. પછી એક બાઉલમાં લોટ, કોકો પાવડર, ખાવાનો સોડા અને ખાંડ મિક્સ કરો.
તેમાં છાશ, રેડ ફૂડ કલર અને વેનીલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તમારે તેને ખૂબ સારી રીતે મિક્સ કરવું પડશે.
પછી તવા પર માખણ લગાવો અને બેટરને હાર્ટ શેપમાં મૂકીને બંને બાજુ શેકો. હવે ઉપર વ્હીપ્ડ ક્રીમ અને મધ ઉમેરો અને સર્વ કરો.