શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By

વેલેંટાઈન કોની સાથે ઉજવવો?

વર્ષમાં માત્ર એક જ વખત આવતો પ્રેમનો એકરાર કરવાનો દિવસ એટલે વેલેંટાઈન ડે. આ દિવસે મોટા ભાગના લોકો માને છે કે પ્રેમીઓ એકબીજા દિલની વાત એકબીજાની સમક્ષ ખુલ્લી મુકે છે. ઘણાં લોકો તો આ ડે ઉજવવાનો પણ પ્રતિબંધ કરે છે. પણ એવું તે શું છે ખરાબ આ ડેની અંદર કે તમે તેનો વિરોધ કરી રહ્યાં છો? આખરે વેલેંટાઈનનો અર્થ તો સમજો.

વેલેંટાઈન ડે એટલે માત્ર પ્રેમી જોડીઓ જ પોતાના પ્રેમને એકબીજાની સામે ખુલ્લો કરી શકે છે એવું નથી હોતું. આ દિવસને માતા-પિતા, બાળકો, ભાઈ-બહેન, મિત્રો પણ એકબીજાની પ્રત્યેના પોતાના પ્રેમને દર્શાવી શકે છે. પ્રેમ શુદ્ધ છે અને તેનો કોઈ પ્રકાર નથી હોતો. તે દિવસે તમે તમારા પેરેંટસને કેટલો પ્રેમ કરે તે તેમને જણાવી શકો છો. આ દિવસે તમે તેમને તેમની ગમતી રેસ્ટોરેંટમાં લઈ જઈને જમવાનું જમાડો અથવા તો તેમને જે વસ્તુ પસંદ હોય તે ઘરે બનાવીને તેમને ખવડાવો. આ ઉપરાંત તેમને ગમતી વસ્તુ પણ તેમને આપી શકો છો. પછી જુઓ તેમના ચહેરા પરનું સ્મિત અને તેમની આંખમાં ભરાઈ આવતાં ખુશીના આંસુ.

  N.D
વેલેંટાઈનનો અર્થ તે નથી કે તેને તમે તમારા પાર્ટનર કે પ્રેમી સાથે જ ઉજવી શકો છો. આ તો પ્રેમનો દિવસ છે, આ દિવસે પ્રેમ વહેંચો. સાચા પ્રેમની અનુભુતિ કરવી હોય તો અનાથ આશ્રમના બાળકોને સુંદર ગીફ્ટ અને તેમને ભાવતી વસ્તુઓ તેમને આપો. પછી જુઓ તેમના હૃદયમાં તમારા માટે કેટલો પ્રેમ ઉભરાઈ આવે છે. શું આને તમે વેલેંટાઈન ડે ન કહી શકો?

તમારા બાળકોને તેમને ગમતી જગ્યાએ લઈ જઈને તેમની સાથે થોડોક સમય પસાર કરો. તેમની સાથે ખુબ જ મસ્તી કરો. તેમની ભાવતી વસ્તુઓ આપો. પછી જુઓ તેમના ચહેરા પરની ખુશી. તેઓ એટલા બધા ખુશ થઈ જશે કે તેની તમે કલ્પના પણ નહી કરી શકો. શું આને તમે વેંલેંટાઈન ન કહી શકો?

કોઈ પણ વસ્તુને બરાબર રીતે સમજ્યા વિના તેનો વિરોધ કરતાં પહેલાં થોડોક વિચાર કરવો જોઈએ. જેમ સિક્કાની બે બાજુ છે તેમ દુનિયામાં પણ દરેક વસ્તુની બે બાજુ છે. તેથી આ દિવસને ખરાબ સમજવાની જગ્યાએ તેના સારા પહેલુંઓને જોતા આપણે પણ આ ખુશીના દિવસના રંગમાં રંગાઈ જવું જોઈએ. દરેક દિવસને વેલેંટાઈને ડે બનાવો અને ખુશીથી જીવો પછી જુઓ તમારી જીંદગી કેટલી બધી સુંદર બની જશે.