ઈશાન ખુણામાં રસોડુ ન બનાવશો
કિચનમાં લગભગ ત્રણથી પાંચ કલાક સુધી આગ સળગતી રહે છે કે પછી અન્ય વધારે તાપમાનવાળા ઉપકરણોનો ઉપયોગ થાય છે. આ બધું જ અગ્નિતત્વની ગતિવિધિઓ છે. જ્યારે કે ઈશાન જળ તત્વનું પ્રધાન ક્ષેત્ર હોય છે. અગ્નિ તત્વની ગતિવિધિઓ ઈશાનની પ્રકૃતિથી એકદમ જ અલગ છે. તેને કારણે જ ઘરની અંદર મુસીબતો આવે છે. બે વિરોધાભાસી તત્વોના મળવાથી ઘરના સદસ્યોમાં વિરોધાભાસ થઈ જાય છે અને એકતાની અંદર ઉણપ આવી જાય છે. ઈશાન ખુણામાં કિચન હોવાથી ઘરના મોટા પુત્ર પર મુશ્કેલીઓ આવી શકે છે. ભલે ને પછી તે તમારી સાથે રહેતો હોય કે દેશની બહાર રહેતો હોય. આનાથી ઘરના મુખીયાનું સ્વાસ્થ્ય સારૂ નથી રહેતું. આ ક્ષેત્ર દૈવિક ઉર્જાથી ભરપુર છે અને આ ખુણામાં પાઠ-પુજા કે ધ્યાન જેવા આધ્યાત્મિક કાર્યો જ કરવા જોઈએ. ઈશાન ખુણામાં તમે ઈચ્છો તો ટીવી પણ મુકી શકો છો કે સ્ટડી રૂમ પણ બનાવી શકો છો. ભગવાનને તેમના ક્ષેત્રમાં સ્થાપિત કરીને તેમની પુજા કરવી એ સૌથી શ્રેષ્ઠ છે. એક વાતનું ધ્યાન રાખો કે પરિવારની કોઈ પણ વ્યક્તિ અહીં વધારે સમય પસાર ન કરે.