બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

ઘર ક્યાં બનાવવું અને ક્યાં નહિ?

N.D
પ્લોટ ખરીદીને તેની પર ઘર બનાવતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્લોટની ચારે તરફ બનેલા રસ્તાઓ, પ્લોટની લંબાઈ, પહોળાઈ, પ્લોટ પર લાગેલા ઝાડ, તેની પર બનેલ કુવો વગેરે વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ.

કંઈ જગ્યાએ ઘર ન બનાવવું: બ્રહ્મ દેવના મંદિરની પાછળ કે વિષ્ણું, સુર્ય, શિવ કે જૈન મંદિરની આગળ પાછળ પ્લોટ પર ઘર ન બનાવવું.

આ સિવાય પ્લોટ પર ઘર બનાવતી વખતે ઉત્તર, પૂર્વ અને ઈશાનમાં વધારે જગ્યા છોડો. ઘરની છતનો ઢાળ પણ ઉત્તર કે ઈશાન તરફ હોવો જોઈએ. સીવેજ અને નળ પણ ઈશાન અને નૈઋત્યમાં હોવો જોઈએ.

બારીઓ પુર્વ અને ઉત્તર તરફ વધારે રાખવી. દક્ષિણમાં બારી ન બનાવશો. ઈશાન ખુણામાં રસોડુ પણ ન બનાવશો. આઉટ હાઉસ હંમેશા પશ્ચિમ અને દક્ષિણમાં તેમજ ગેરેજ પુર્વ અને ઉત્તરમાં બનાવો.