શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

પિરામિડ એક ફાયદા અનેક

N.D
પિરામિડમાંથી નિર્માણ થનારી શક્તિ જ એટલી પાવરફૂલ હોય છે કે તેના કારણે પિરામિડના જીવનમાં અનેક ઉપયોગ થાય છે. તેથી ઘણા લોકો આનો લાભ ઉઠાવે છે.

બીમારીમાં ફાયદા - પિરામિડમાં પાણી ભરીને મૂકવાથી પિરામિડની ચુંબકીય શક્તિ એ પાણીમાં પરાવર્તિત થાય છે, તેથી પિરામિડમાં ભરેલુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. જેવા કે માંદગી, શરીરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો, હાથપગનો સોજો વગેરે બીમારી સારી થાય છે.

અલ્સર, ડાયાબીટિઝ, અસ્થમા, દમા, હૃદયવિકાર વગેરેમાં પિરામિડમાં ભરેલુ પાણી પીવાથી ફાયદો થાય છે. જેવી રીતે આ પાણીથી માનસિક અને શારીરિક બીમારીઓ દૂર થાય છે તેવી જ રીતે આ પાણી ઝાડ-છોડ પર નાખવાથી તે સારી રીતે ઉછરે છે.

પિરામિડના પ્રકાર - પિરામિડ ધારણ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. ધાતૂના પિરામિડ ધાર્મિક સ્થળો પર મળી જાય છે. નાના-મોટા આકારના પિરામિડ ફાયબરમાં સફેદ રંગમાં મળે છે. મોટા પિરામિડ 20 થી 25 મિનિટ માથા પર ધારણ કરવાથી માથાનો દુ:ખાવો, દાંતનો દુ:ખાવો, નાના-મોટા ઘા, મુકમાર, આંખોની બળતરા, મોઢુ આવવુ, અપચો વગેરે બીમારીઓ તરત જ સારી થાય છે. પિરામિડ વાપરવાથી વજન ઓછુ થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ઘરના દેવઘરમાં કે પૂજા કરવાના સ્થળ અને દરેક રૂમમાં પિરામિડ રાખવાથી પરસ્પરનો ઝગડો મટે છે, અને ઘરમાં શાંતિ રહે છે. નાનકડું પિરામિડ સૂતી વખતે પાસે લઈને સૂવાથી સારી ઉંધ આવે છે.

N.D
વાળ માટે ઉત્તમ છે પિરામિડ - પિરામિડનુ પાણી વાળ માટે ઉત્તમ ટોનિક છે. વાળનો ખોળો દૂર થવો, વાળનુ કાળાપણું કાયમ રહેવુ, કેસ વધવા વગેરે માટે ઉત્તમ છે.

વાસ્તુદોષ દૂર કરવામાં - પ્લોટ બાંઘકામ કરતા પહેલા જગ્યા શુધ્ધ કરવી જરૂરી હોય છે. તે માટે પ્લોટના ચારે ખૂણામાં નવ-નવ પિરામિડ અને વચ્ચે નવ પિરામિડ ડાંટવા. આ પિરામિડ માત્ર 9 ઈંચ કે 12 ઈંચના હોવા જોઈએ. બાંધકામ કરતા પહેલા જમીનમાં પિરામીડ ડાટવાથી એ જગ્યા દોષમુક્ત થઈને શુધ્ધ થાય છે. આવી જગ્યાએ ઘર બાંધવાથી તેમાં વાસ્તુદોષ રહેતો નથી.