બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By સુધિર પિમ્પલે|

રસોઇઘર

રસોડું ઘરના અગ્નિખૂણામાં રાખવું જોઇએ. રસોડનાં પૂર્વ કે અગ્નિખૂણામાં પ્લેટફોર્મ હોવું જોઇએ. પ્લેટફોર્મ દક્ષિણ તરફ દિવાલથી અડીને ન રાખવુ જોઇએ. કુકીંગગેસ, ચૂલો, સ્ટવ કે સગડી અગ્નિખૂણામાં થોડી ઇંચ જગ્યા છોડીને રાખવા જોઇએ. દક્ષિણ તરફની દિવાલ પર મુખ્ય પ્લેટફોર્મ થી જોડાયેલ 'એલ' આકારના પ્લેટફોર્મ મિક્ચર, ગ્રાઇંડર વગેરે વસ્તુઓ મુકવા માટે બનાવવું જોઇએ.

વોશબેસિન ઇશાન ખૂણામાં હોય તો વધારે ઉત્તમ માનવામાં આવે છે. આ દિશામાં પવાના પાણીના વાસણો ભરીને રાખવાં જોઇએ. રસોઇઘરના દક્ષિણ અને પૂર્વ ભાગમાં મસાલા, અનાજના ડબ્બા વગેરે રાખવા જોઇએ. રસોઇઘરમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશા તરફના દરવાજા લાભપ્રદ માનવામાં આવે છે. પશ્ચિમદિશા તરફ બારીઓ અને એગ્ઝોસ્ટફેન લગાવવા જોઇએ. રસોઇઘરમાં ડાયનિંગ ટેબલની વ્યવસ્થા હોય તો પશ્ચિમ કે વાયવ્ય દિશામાં રાખવું જોઇએ. ઓછા વજનવાળી ચીજવસ્તુઓ પૂર્વ અથવા ઉત્તરમાં રાખી શકાય છે.

જમવાનુ બનાવતી વખતે જમવા બનાવનારનું મોં પૂર્વ તરફ હોવું જોઇએ. રસોઇઘરની દિવાલો અને ફર્શનો રંગ પીળો, નારંગી, ગુલાબી અથવા લાલ રાખવો જોઇએ. પરંતુ સફેદ અથવા કાળા રંગની ન રાખવી જોઇએ. ફ્રિજ અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખવું જોઇએ.

રસોઇઘર પશ્ચિમમાં પણ બનાવી શકાય છે. પરંતુ ઇશાન અથવા નૈઋત્ય ભૂલથી પણ બનાવવુ જોઇએ નહીંતર નુકશાન તેમજ સંઘર્ષમય જીવનનો સામનો કરવો પડે છે. જો વાયવ્યખૂણામાં રસોઇઘર બનાવવામાં આવે તો ખર્ચ વધી જાય છે. અગ્નિ સંબંધી દુર્ઘટનાઓની સંભાવના વધી જાય છે. ઉત્તર તરફ રસોઇઘર હોવાથી ઘનનો નાશ થાય છે. માટે તે દિશાઓમાં રસોઇઘર બનાવવુ ન જોઇએ.

ભાવાનુવાદ - કર્નલ કુમારદુષ્‍યંત