શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ લેખ
Written By

મની પ્લાંટ દ્વારા સમૃદ્ધ બનો

આમ તો ઘરમાં મૂકવા માટે તમને પૉમ લીવ્સ, બોનસાઈ જેવા ઘણા ઈંડોર પ્લાંટ મળી જશે, પરંતુ ઓછા ખર્ચે સારી ગ્રોથને કારણે જે રંગ મની પ્લાંટ તમારા ઈંટીરિયરમાં ભરે છે, તે કોઈ અન્ય ઈંડોર પ્લાંટ દ્વારા શક્ય નથી. આ પ્લાંટને લઈને લોકોના મનમા વિવિધ ધારણાઓ છે, જેવી કે - આ છોડને ઘરમાં લગાડવાથી પૈસા આવે છે, તો કેટલાકનુ માનવુ છે કે આ છોડ લગાડવાથી ઘરના માણસોનુ પ્રમોશન થાય છે. 

ભલે આ વાતો તર્કની કસોટી પર ખરી ન ઉતરતી હોય, પરંતુ આ વાત તો નક્કી છે કે મની પ્લાંટના ચમકતા લીલા પાનથી ઘરની સુંદરતા વધી જાય છે અને આને જોતા આંખોને ઠંડક મળે છે.

મની પ્લાંટની સૌથી મોટી ખાસિયત છે કે ઘર હોય કે આંગણ આ પ્લાંટ ક્યાય પણ સરળતાથી લાગી જાય છે. સાથે જ આ ફક્ત પાણીમાં પણ લગાવી શકાય છે. આની સાચવણી માટે વધુ મહેનત પણ નથી કરવી પડતી. આને ઘરની અંદર અને બહાર બંને બાજુ મુકી શકાય છે. જે ખૂણામાં મની પ્લાંટ હોય તે તરફ નજર જતી જ રહે છે. તમે આને વધુ આકર્ષક બનાવવા આ ચમકતા પાનને કાપીને સારો શેપ પણ આપી શકો છો.

થોડી વાતોનુ ધ્યાન રાખો : -

 
- જો તમે પ્લાંટને કોઈ પાણીના ડબ્બામાં કે બોટલમાં અથવા વાંસમાં લગાવ્યુ છે તો તેનુ પાણી દરેક અઠવાડિયે બદલો. ધ્યાન રાખો કે પાણી ઉપર સુધી ન ભરો, થોડો ભાગ ખાલી રહેવા દો.

- આમ તો બજારમાં તમને ઘણા પ્રકારના મની પ્લાંટ મળી જશે. પરંતુ લીલા પાન અન સફેદ લાઈનવાળા પાન હાલ વધુ ચાલી રહ્યા છે, જેને તમે હેંગિગ બાસ્કેટ કે પોટમાં લગાવીને રંગબિરંગી સ્ટોનથી સજાવીને તમારા લિંવિંગ રૂમમાં રાખી શકો છો.

- તમારા પ્લાંટને જુદુ લુક આપો. જેમ કે આને લગાવવા માટે સ્કોયર કે સ્ટ્રેટ લાઈનવાળા કંટેનર અથવા વાંસનો ઉપયોગ કરો. કુંડાને સેરેમિક અને પેંટથી સજાવો, જેનાથી તમને પ્લાંટ વધુ આકર્ષક લાગશે.

- સારી ગ્રોથ અને પોષણ માટે માટીમાં ખાતર નાખો અને પ્લાંટને થોડીવાર તડકામાં રાખો.

- આને સહારો આપવા માટે મોસસ્ટિકનો પ્રયોગ કરવાથી તેની ગ્રોથ સારી થવા ઉપરાંત તેની સુંદરતા પણ વધી જશે. કારણ કે આની જડોને મૉસથે પણ પોષણ મળતુ રહેશે.

- મની પ્લાંટના પાન પર ગંદકી એકત્ર ન થવા દો. તેના પાન પર જામેલી ધૂળને કપડાંથી સાફ કરો અથવા સ્પ્રે કરો.