ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ લેખ
Written By

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-2( see Video)

વિધ્નહર્તા ગણપતિ : 'નિર્હન્યાય નમ:', અવિનાય નમ: જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની પ્રતિમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જે ઘરોમાં ઝઘડો, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ, માનસિક તાણ વગેરે દુર્ગુણ રહેતા હોય. પતિ-પત્ની વચ્ચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે છે. આવા ઘરમાં પ્રવેશ દ્વાર પર મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તમે ઝડપથી ચમત્કાર જોઈ શકશો.

વિદ્યા પ્રદાયક ગણપતિ : એવા ઘરોમાં જ્યાં બાળકો ભણતા ન હોય અથવા ઉદ્દંડ હોય, ભણવાથી દૂર ભાગતાં હોય, મોટાઓની ઈજ્જત ન કરતાં હોય, ગુરુજનોનો આદર ન કરતાં હોય, એવા બાળકોમાં ભણવા પ્રત્યે રસ ઉત્પન્ન કરવા માટે ગૃહ સ્વામીએ વિદ્યા પ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાની સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિદ્યા નિયાર્ય નમ:, વિદ્યા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. શુભ મુહુર્તમાં પ્રતિમા સ્થાપિત કરવાથી ઝડપી પરિણામ જોવા મળશે.

વિવાહ વિનાયક : ગણપતિના આ સ્વરૂપનું આહ્વાન તે ઘરોમાં વિધિ-વિધાનપૂર્વક થાય છે, જે ઘરોમાં બાળકોનો સંબંધ ઝડપથી ન થતો હોય અથવા તેવા બાળકો જેઓ લગ્નથી વંચિત રહે છે, વધારે ઉંમર હોવા છતાં પણ લગ્નમાં રૂકાવટ આવે, ક્યારેક મનગમતો વર ન મળતો હોય વગેરે જેવી મુશ્કેલીઓનું નિવારણ વિવાહ વિનાયક ગણપતિની મંત્રયુક્ત પ્રતિમા દ્વારા શક્ય છે. પ્રતિભા પર 'કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયક નમ:, કામદાય નમ:' જેવા મંત્રોનો સંપુટ લાગેલ છે.

ધનદાયક ગણપતિ : આજે દરેક વ્યક્તિ ધનાઢ્ય થવા માંગે છે. એટલા માટે તેવા ઘરોમાં ગણપતિના આ સ્વરૂપવાળી પ્રતિમાને મંત્રો વડે ઉચ્ચારિત કરીને સ્થાપિત કરવામાં આવે છે, જેથી કરીને તેવા ઘરોમાં દરિદ્રતાનો નાશ થાય અને સુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમંડિયાત નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, લક્ષ્મી મનોરપ્રાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે.

ચિંતાનાશક ગણપતિ : જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે, એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ચિંતામણિ ચર્વણલાલ સાથ નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.

સિદ્ધનાયક ગણપતિ : કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે સિદ્ધવેદાય નમ:, સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ: જેવા મંત્રોથી યુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.