મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By સુધિર પિમ્પલે|

વાસ્તુશાસ્ત્રીય ગ્રંથ

N.D

સંસ્કૃત ગ્રંથ 'સૂત્ર વાડમ્ય'માં વાસ્તુ-વિદ્યાનું વિવેચન મળે છે. આની અંદર વાસ્તુ-કર્મ, વાસ્તુ-મંગલ, વાસ્તુ-હોમ, વાસ્તુ-પરીક્ષા, જમીન-પસંદગી, દ્વ્રાર-નિયમ, વૃક્ષારોપણ, દાર્વાહરણ, પદવિન્યાસ વગેરેના સંબંધમાં વિચાર, સિધ્ધાંત અને પદ્ધતિઓ અનેક સૂત્રોમાં પરિભાષિત છે. બૌધ્ધ સાહિત્યના બુલ્લગ્ગ, વિનયપિટક, મહાબગ્ગ વગેરે ગ્રંથની અંદર વાસ્તુશાસ્ત્રને લગતી જાણકારી પ્રાપ્ત થાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કપિશીર્ષ, તલ, કપાટયોગ, સંધિ, તોરણ, પ્રપોતી, વિષ્કંમ, આયામ, ઉદય વગેરે વાસ્તુશાસ્ત્રના પારિભાષિક શબ્દોનો પ્રયોગ મળે છે. વિશ્વકર્મા પ્રકાશ તેમજ 'સંમરાંગણ સૂત્રધાર' ઉત્તર ભારતના પ્રામાણિક વાસ્તુશાસ્ત્રીય ગ્રંથ છે. દક્ષિણ ભારતમાં 'માનસર' તેમજ 'મયમત' નામના બેર ગ્રંથનો પાદુર્ભાવ થયો છે. આ ગ્રંથની અંદર ફક્ત મકાન નિર્માણ જ નહિ પરંતુ સંપૂર્ણ નગર રચના પર પણ પ્રકાશ નાંખવામાં આવ્યો છે. પિંડાદિક પ્રપંચ, મુહુર્ત ચિંતામણી, મુહૂર્ત માર્તંડ, વરાહમિહિરાચાર્ય પ્રણિત વૃહત સંહિતા, જ્યોતિ પ્રકાશ, મહર્ષિ કાત્યાયનનુ શૂલ્બ સૂત્ર વગેરે ગ્રંથ પણ વાસ્તુશાસ્ત્ર પર પ્રકાશ નાંખે છે.