બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વૃક્ષ અને વાસ્તુ

N.D

વૃક્ષોની મહત્તાએ છે કે જે પુણ્ય અનેક ઘણાં યજ્ઞ કરાવવાથી અથવા તળાવ ખોદાવવાથી કે દેવોની આરાધનાથી પણ અપ્રાપ્ત છે તે પુણ્ય ફક્ત એક ઝાડ લગાવવાથી જ મળી જાય છે. આનાથી ઘણાં પ્રાણીઓને જીવનદાન મળે છે. વાસ્તુશાસ્ત્રની અંદર પણ મનુષ્યના વૃક્ષ સાથેના સંબંધને નિરૂપિત કરવામાં આવ્યું છે.

વૃક્ષારોપણ માટે ઉત્તરા, સ્વાતી, હસ્ત, રોહિણી અને મૂળ નક્ષત્ર પણ ખુબ જ શુભ હોય છે. આની અંદર રોપવામાં આવતાં છોડ ક્યારેય પણ નિષ્ફળ નથી જતાં.

ઘરના નૈઋત્ય અથવા તો અગ્નિ ખુણામાં ક્યારેય પણ બગીચો ન બનાવવો જોઈએ. અથવા જે ઘરની અંદર બગીચો બનાવવા માટે જગ્યા અલગ કાઢવામાં આવી રહી હોય તો તેમણે ઘરના વામ પાર્શ્વમાં જ પોતાનો બગીચો બનાવવો જોઈએ. ઘરની પૂર્વમાં વિશાળ વૃક્ષોનું ન હોવું કે ઓછા હોવા તે શુભ માનવામાં આવે છે. અને જો છતાં પણ હોય તો તેને કાપવાની જગ્યાએ તેના દુષ્પ્રભવાથી બચવા માટે ઘરની ઉત્તરમાં આમળા, અમલતાસ, હરશૃંગાર, તુલસી, વન તુલસીના છોડમાંથી કોઈ પણ એકને લગાવી શકાય છે.