શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વૃક્ષની મહત્તા અને વાસ્તુ

N.D

વૃક્ષોની મહત્તા છે કે જે પુણ્ય કેટલાયે યજ્ઞ કરાવવાથી કે તળાવ ખોદાવવાથી જે પછી દેવોની આરાધના કરવાથી પણ નથી મળતાં તે એક છોડને રોપવાથી સરળતાથી મળી જાય છે. આનાથી કેટલાયે પ્રાણીઓને જીવન મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષોનો મનુષ્યની સાથે સંબંધ નિરૂપિત કરવામાં આવ્યો છે.

વૃક્ષારોપણ હેતુ ઉત્તરા, સ્વાતિ, હસ્ત, રોહિણી અને મૂળ નક્ષત્ર વધારે શુભ હોય છે. આ દરમિયાન રોપવામાં આવેલ છોડ નિષ્ફળ નથી જતાં.

ઘરનાં ઉત્તર તેમજ અગ્નિખુણામાં બગીચો ક્યારેય પણ ન બનાવશો તેમજ જે ઘરમાં બગીચો બનાવવાની જગ્યા નીકળી રહી હોય ત્યાં ઘરના વામ પાર્શ્વમાં જ બગીચો બનાવવો જોઈએ. ઘરના પૂર્વમાં વિશાળ વૃક્ષોનું ન હોવું અથવા તો ઓછા હોવા શુભ માનવામાં આવે છે. તે છતાં પણ જો હોય તો કાપવાની જગ્યાએ ઘરના ઉત્તર તરફ તેના ખરાબ પરિણામોથી બચવા માટે આમળા, હરશ્રૃંગાર, તુલસી, વન તુલસીના છોડમાંથી કોઈ પણ એકને લગાવી શકાય છે.

જે વૃક્ષમાં ફળ લાગવાના બંધ થઈ ગયાં હોય તેને ચોળા, અડદ, મગ, તલ અને જવને ભેળવીને તેનું પાણી આમં નાંખવું જોઈએ.

જે વૃક્ષના થડની ચારે બાજુ ડુક્કરના હાડકાનો એક એક ટુકડો દાટી દેવામાં આવે તો તે હંમેશા લીલુ રહે છે તે ઝાડ ક્યારેય પણ સુકાતુ નથી.

જે ઘરની સીમામાં નિર્ગુડીનું ઝાડ હોય ત્યાં હંમેશા ખુશિ અને શાંતિ રહે છે. આ રીતે દ્રાક્ષ, ફણસ, મહુડો વગેરેના ઝાડ હોય ત્યાં હંમેશા શુભ રહે છે.

આંમલીને લગાવવાથી જમીનને લગતી મુશ્કેલીઓનો અંત આવે છે. પછી ભલેને તે વ્યક્તિએ તે ઝાડનું રોપણ કર્યું હોય કે કોઈ બીજાએ કર્યું હોય.