વાસ્તુ પ્રમાણે ફેક્ટરી ક્યાં લગાવશો- 4

વેબ દુનિયા|

N.D
- ફેક્ટરીમાં ડાયરેક્ટરનો રૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે ડાયરેક્ટરનો ચહેરો પુર્વ તરફ અથવા ઉત્તર તરફ રહેવો જોઈએ. ડાયરેક્ટર કે બોસની ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ નહિતર ડાયરેક્ટર ઉગ્ર સ્વભાવનો હશે અને તેની કિંમત ફેક્ટરીના કર્મચારીઓને ચુકવવી પડશે.

- કોઈ પણ સંસ્થાને દાન આપતી વખતે પોતાનું મોઢુ ઉત્તર તરફ રાખવું. આનાથી આપેલ દાન ક્યારેય પણ નિષ્ફળ નથી જતું. પરંતુ જો દાન આપતી વખતે તમારૂ મોઢુ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હશે તો તમારૂ દાન નિષ્ફળ જશે.

- ફેક્ટરીમાં સ્વાગત રૂમ અગ્નિ ખુણામાં જે નૈઋત્ય અથવા પશ્ચિમ દિશામાં બનાવડાવો. શોકેસ દક્ષિણ અથવા પશ્ચિમની દિવાલો પર લગાવવામાં આવશે તો સારૂ રહેશે. આવા શોકેસવાળા રૂમનો દ્વાર પુર્વ, ઈશાન કે ઉત્તર તરફ હશે તો માલ વેચવામાં જરા પણ તકલીફ નહિ પડે.


આ પણ વાંચો :