શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (16:55 IST)

Tension free life માટે આવુ હોવુ જોઈએ તમારુ રસોડુ

રસોડુ ઘરમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કારણ કે તેનો પ્રત્યક્ષ સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. વાસ્તુના નિયમોના આધાર પર રસોઈ ઘરનુ નિર્માણ કરવુ જોઈએ.  આપણુ શરીર જમીન, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બનેલુ છે. તેથી આ પાંચ સાથે આપણો ઉંડો સંબંધ છે.  રસોડામાં પણ આ તત્વોનો મેળ હોવો ખૂબ જરૂરી છે. વાસ્તુના નિયમ મુજબ રસોડુ ઘરના દક્ષિણ-પૂર્વમાં હોવુ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.  સૂર્ય અગ્નિનો સ્વામી છે. સવારે સૂર્યની કિરણોનો રસોઈ ઘરમાં પ્રવેશ કરવો અતિ શુભ માનવામાં આવે છે.  તેની અસર ગૃહિણીના મન અને મસ્તિષ્ક પર સીધી પડે છે. તે ખુદને પ્રફુલ્લિત અનુભવ કરે છે.  કારણ કે જીવનથી પરિપૂર્ણ ઉર્જા તેને પ્રાપ્ત થતી રહે છે.  
 
મુખ્ય ભોજન બનાવવાનુ પ્લેટફોર્મ પૂર્વની દિવાલ પર બનાવો અને ગેસ દક્ષિણી પૂર્વ ખૂણા પર મુકો. ભોજન બનાવતી વખતે તમારુ મોઢુ પૂર્વ તરફ હોવુ જોઈએ. ભોજન પકવવાનુ સ્થાન જમીન કે પ્લેટફોર્મ જમીનથી ઊંચુ અને ગૃહિણીની સુવિદ્યા મુજબ હોવુ જોઈએ. જેનાથી તે ગંદા પાણી કે ગંદા પગના પ્રભાવથી મુક્ત રહે. 
 
જળ અને અગ્નિ બે વિપરિત ઉર્જા શક્તિ છે. બંને ઉર્જાઓ એકબીજાને નષ્ટ કરે છે. જેનો પ્રભાવ ગૃહિણી પર પડે છે. તેથી અગ્નિકોણમાં જળ ભંડારણ એટલે કે પાણીની ટાંકી કે પણિયારુ  ન બનાવો. પાણીની ટાંકી અગ્નિના સ્થાનથી 90ના ખૂણા પર ઉત્તર પૂર્વની તરફ હોય.  ફ્રિજ કે વોશિંગ મશીન ચુલા સામે નહી પણ સિંક પાસે મુકવાની વ્યવસ્થા કરો. પીવાનુ પાણી ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુકો. 
 
પ્લેટફોર્મની નીચેથી સીવર લાઈન ન જવી જોઈએ.  રસોડાનો ચુલો વોશરૂમની  પાછળની દિવાલ પર ન હોવો જોઈએ.  રસોડુ વોશરૂમની ઉપર કે નીચે ન બનાવવુ જોઈએ.  રસોડામાં પ્રકશ અને હવા માટે બારી કે રોશનદાનની વ્યવસ્થા પૂર્વ અથવા ઉત્તરી દિશામાં કરવી જોઈએ.  તેની સામે પશ્ચિમ કે દક્ષિણમાં એક નાનકડી બારી હોઈ શકે છે. 
 
દાળ ચોખા લોટ મસાલો વગેરેનુ કબાટ કે રૈક દક્ષિણી  દિવાલની તરફ હોય પણ સ્થાન જગ્યા ઓછી હોય તો પશ્ચિમની તરફ મુકી શકો છો પણ પૂર્વ-ઉત્તર દિશામાં ન મુકો. 
 
રસોડામાં ડાઈનિંગ ટેબલ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમની દિવાલ પાસે મુકો. રસોડુ બાથરૂમ કે વોશરૂમ સાથે જોડાયેલુ ન  હોવુ જોઈએ.  ન તો રસોડાની સમએ હોવુ જોઈએ. 
 
ક્યારેય પણ સાવરણી રસોડામાં ન મુકશો. યાદ  રસોડાનો રંગ સફેદ પીળો ગુલાબી કે કોઈ આછો રંગ હોવો યોગ્ય છે.  સફેદ રંગ પવિત્રતાનો સૂચક છે. 
 
રસોડામાં પણીની નિકાસ વ્યવસ્થા ઉત્તર પૂર્વ તરફ હોવી શુભ માનવામાં આવે છે.  ઓવન મિક્સર ગ્રાઈંડર વગેરે ઈલેક્ટ્રિક વસ્તુઓ રસોડાના દક્ષિણ દિશા તરફ મુકવી જોઈએ.  રસોડામાં રંગ બિરંગી સુંદર પાત્ર અને વસ્તુઓ મનને પ્રફુલ્લિત કરે છે. પૂર્વી દિવાલ પર દર્પણ લગાવવુ પણ શુભકારી છે. રસોડાનો દરવાજો દક્ષિણ દિશા ઉપરાંત કોઈપણ દિશામાં મુકવો યોગ્ય છે.