રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (00:36 IST)

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

vastu plant
vastu plant
Vastu Tips Diwali 2024: આ વર્ષે, દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબર 2024, મંગળવારથી 3 નવેમ્બર 2024, રવિવાર સુધી ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા-આરાધના કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં 'રબર પ્લાન્ટ' લગાવવાથી ધનની વૃદ્ધિ થાય છે. આ છોડ ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ચાલો આપણે રબર પ્લાન્ટ વિશે વધુ  જાણીએ-
 
ધનને આકર્ષિત કરે છે રબર પ્લાંટ 
 વાસ્તુશાસ્ત્ર અનુસાર રબરનો છોડ ધનને આકર્ષે છે. આ છોડ વિશે કહેવાય છે કે દિવાળી જેવા તહેવારો પર તેને ઘરમાં લાવીને લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આ છોડ ચુંબકની જેમ પૈસા આકર્ષે છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ ફિસ્કસ ઈલાસ્ટિકા છે.
 
એવુ બતાવ્યુ છે કે રબર પ્લાંટની ચમકદાર અંડાકાર પાન હોય છે. આ કારણે આ છોડ દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે. આ છોડને પાણી અને તડકાની પણ ખૂબ ઓછી જરૂર હોય છે. આ છોડને ઘરની અંદર મુકવાથી પણ આ સહેલાઈથી ઉગી જાય છે. જેનાથી ઘરનુ વાતાવરણ શાંતિપૂર્ણ રહે છે.
 
પ્રદૂષણ દૂર  ભગાડે  છે રબર પ્લાંટ 
રબર પ્લાંટ નામનો આ જાદુઈ છોડ અનેક વિશેષતાઓથી ભરેલો છે. તેની કળીઓથી નવો છોડ ઉગાડી શકાય છે. આ છોડને વધુ દેખરેખની જરૂર હોતી નથી. સૌથી ખાસ વાત એ છેકે આ પ્રદૂષણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ હોય છે.  રબર પ્લાંટ બેંજીન, કાર્બન મોનો ઓક્સાઈડ અને ફોર્મેલિડહાઈડ જેવા પ્રદૂષણ ફેલાવનારા તત્વોને શોષી લેવામાં સક્ષમ હોય છે.  તેનાથી ઘરની અંદરનુ વાતાવરણ પ્રદૂષણ મુક્ત થાય છે અને સભ્ય સ્વસ્થ રહે છે.