શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

કરવા ચોથ : વ્રતની આ 6 ખાસ વાતો, ઘરમાં લાવે છે ગુડલક

વ્રત અને પૂજાથી સંકળાયેલી આ 6 સરળ વાતો ઘર-પરિવારમાં લાવે છે ગુડલક 
 
વ્રત શરૂ કરતા પહેલા ખાતા ભોજનને સરગી કહે છે. ધ્યાન રાખો સરગી ખાતા સમયે દક્ષિણ પૂર્વ દિશાની તરફ મોઢું કરીને બેસો. આવું કરવાથી પૉઝીટિવ એનર્જી મળે છે , જે ઘર-પરિવાર માટે ગુડલક લાવે છે. 
વ્રતની કથા સાંભળ્યા પછી તમારા પતિ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં સમય પસાર કરો. આવું કરવાથી તમારા અને તમારા પતિના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
 
વ્રત પૂરા કરતા સમયે જ્યારે ચંદ્ર્માને જળ અર્પિત કરો તો કોશિશ કરો કે તમારી દિશા ઉત્તર-પશ્ચિમ હોય. આવું કરવાથી તમને ચંદ્રમાની કૃપા મળશે અને ઘર-પરિવારમાં ગુડલક વધશે. 

 
ધ્યાન રાખો કે પૂજા કરતા સમયે અને કથા સાંભળતા સમયે તમારું મૉઢું ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશાની તરફ હોય્ એવું હોવાથી પૂજા અને વ્રતના ફળ જરૂર મળે છે. 
કોશિશ કરો કે જે રૂમમાં બાથરૂમ હોય, એ રૂમમાં પૂજા સ્થાન ન બનાવો. હોઈ શકે તો કરવા ચૌથની પૂજા માટે ઘરના મંદિર કે હૉલના પ્રયોગ કરો. 
 
કોશિશ કરો કે બપોરનો સમય તમારા પરિવાર અને મિત્રો સાથે પસાર કરો. આ  સમય દક્ષિણ-પૂર્વ દિશામાં પસાર કરવું સૌથી સારું ગણાય છે.