રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (16:24 IST)

માતા લક્ષ્મીના દિવસે લગાવો Money Plant, ધનની કમી નહી થવા દેશે આ નિયમ

મની પ્લાંટ માત્ર ઘરના વાતવરણને શુદ્ધ જ નહી કરે પણ વાસ્તુ મુજબ તેને શુભ પણ ગણાય છે માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટ રાખવાથી ક્યારે પણ પૈસાની પરેશાની ન હોય. સાથે જ તેનાથી ઘરમાં નકારાત્મક 
 
ઉર્જા પણ દૂર રહે છે. કેટલાક લોકો તેને ઘરના કોઈ પણ ખૂણામાં લગાવે છે પણ વાસ્તુશાસ્ત્રમાં મનીપ્લાંટ રાખવાના કેટલાક ખાસ નિયમ જણાવ્ય છે જેનો પાલ્ન કરવુ ખૂબ જરૂરી છે. આજે અમે તમને જણવીશ કે 
 
ઘરમાં મની પ્લાંટ રાખ્યુ છે તો કઈ વાતોંની કાળજી રાખવી જોઈએ. 
 
મા લક્ષ્મીના દિવસે લગાવવુ મની પ્લાંટા 
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ ગણાય છે. માન્યતા છે કે આ દિવસે ઘરમાં મની પ્લાંટ લગાવવાથી ક્યારે પણ ધનની કમી નહી થાય અને વેપારમાં પણ તરક્કીના સાધન ખુલે છે. 
 
આ રીતે આપવુ મની પ્લાંટને જળ 
મની પ્લાંટને જળ આપતા સમયે થોડો કાચું દૂધ મિક્સ કરી લો. માન્યતા છે કે તેનાથી ધનમાં વૃદ્ધિ હોય છે. પણ ધ્યાન રાખો કે રવિવારના દિવસે મની પ્લાંટ ને જળ ન આપવું. 
 
કઈ દિશામાં લગાવવું મની પ્લાંટ   
ધાર્મિક માન્યતાઓના મુજબ આગ્નેય દિશા ભગવાન શ્રીગણેશની કહેવાય છે તેથી અહીં મની પ્લાંટસ રાખવુ શુભ હોય છે. તેનાથી પૉઝિટિવ એનર્જી આવે છે અને આર્થિક સમસ્યાઓ પણ નહી હોય. 
 
આ દિશામાં ભૂલીને પણ ન લગાવવુ પ્લાંટ 
તેમજ વાસ્તુમાં ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાંટ લગાવવુ અશુભ ગણાય છે. તે સિવાય પૂર્વ-પશ્ચિમ દિશામાં પણ મની પ્લાંટ લગાવવાથી સભ્યોમાં માનસિક તનાવ વધે છે. 
 
ધરતીને ન અડે વેળ 
ધ્યાન રાખો કે મની પ્લાંટની વેળ ધરતીને ન અડે કારણકે આ ખૂબ અશુભ સંકેત છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પરેશાનીઓ આવી શકે છે. તેના માટે તમે છોડને કોઈ દોરી અને ડંડાના સાથે બાંધી દો. 
 
સૂકવા ન દો પાન 
લીલા છોડ સુખ-સમૃદ્ધિ અને ખુશહાળીનો પ્રતીક ગણાય છે તેથી જો મની પ્લાંટના પાન સૂકી જાય તો તેને જુદા કરો. સૂકા પાન ઘરમાં નકારાત્મક ઉર્જા વધારી શકે છે. 
 
ઘરની બહાર ન લગાવવું 
મનીપ્લાંટને પૈસા અને નસીબનો પ્રતીક ગણાય છે. તેથી વાસ્તુ મુજબ મની પ્લાંટ હમેશા એવી જગ્યા રાખવુ જોઈએ તેના પર કોઈની નજર ન પડે.