તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર
Tulsi Na Upay: હિન્દુ શાસ્ત્રો મુજબ તુલસીના છોડને ઘરમં મુકવુ ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘર-પરિવારમાં કોઈપણ મુસીબત આવતા પહેલા તેની અસર તુલસીના છોડ પર પડે છે. તુલસીનો છોડ આ વાતનો આભાસ પહેલા જ આપે છે કે તમરા ઘરમાં કોઈ આપદા આવવાની છે કે પછી ઘરના કોઈપણ સભ્યને મુસીબતનો સામનો કરવો પડી શકેછે. પુરાણો અને શાસ્ત્રો મુજબ માનવામાં આવે તો એવુ તેથી થાય છે કે ઘર પર મુસીબત આવવાની હોય છે એ ઘરથી સૌથી પહેલા લક્ષ્મી એટલે કે તુલસી જતી રહે છે. દરિદ્રતા, અશાંતિ અને ક્લેશ વચ્ચે લક્ષ્મી જી નો વાસ નથી થતો. જ્યોતિષ શાસ્ત્રમા તેનુ મુખ્ય કારણ બુધને માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં તુલસી એક એવો છોડ છે જેને પવિત્ર માનવામાં આવે છે. ભારતના લગભગ દરેક ઘરમાં આ છોડ હોય છે. શ્રીમંત હોય કે પછી ગરીબ, દરેક માણસ તેને પોતાના ઘરમાં લગાવે છે કારણ કે તેને શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોની સાથે જ તેને ઘરમાં મુકવાના કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ બતાવી દઈએ કે તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ લાભકારી છે. બીજી બાજુ જો તમે તમારુ નસીબ ચમકાવવા માંગો છો તો પણ તુલસીનો છોડ ખૂબ લાભકારી છે જે દરેક મનોકામના પૂરી કરી શકે છે.
Do this remedy with basil તુલસીથી કરો આ ઉપાય : તમારી મનોકામના દૂર કરવા માટે તુલસીના ફક્ત 4 પાનની જરૂર હોય છે. સવારના સમયે તુલસીના 4 પાન તોડી લો અને પછી પિત્તળના વાસણમાં પાણી નાખી પલાળી દો. 24 કલાક સુધી પાણીમાં પલાળ્યા બાદ એ પાણીના છાંટા આખા ઘરમાં છાંટી દો. ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દ્વાર પર જરૂર છાંટો કારણ કે એવુ કહેવાય છે કે નેગેટિવ એનર્જી મુખ્ય દરવાજામાંથી જ પ્રવેશ કરે છે. આટલાથી જ તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
Tulsi vastu tips: વાસ્ત દોષને દૂર કરવા માટે તુલસીનો છોડ અગ્નિકોણ અર્થાત દક્ષિણ-પૂર્વ થી લઈને વાયવ્ય ઉત્તર-પશ્ચિમ સુધીના ખાલી સ્થાનમાં લગાવી શકો છો. જો ખાલી જમીન ન હોય તો કુંડામા પણ સ્થાન આપીને સન્માનિત કરી શકો છો.
તુલસીનુ કુંડુ રસોડાની પાસે મુકવાથી પારિવારિક ક્લેશ સમાપ્ત થાય છે. પૂર્વ દિશાની બારી પાસે મુકવાથી પુત્ર જો જિદ્દી હોય તો તેની જીદ દૂર થાય છે. જો ઘરની કોઈ સંતાન પોતાની મર્યાદાથી બહાર છે અર્થાત નિયંત્રણમાં નથી તો પૂર્વ દિશામાં મુકેલા તુલસીના છોડમાંથી ત્રણ પાન કોઈને કોઈ રૂપે સંતાનને ખવડાવવાથી સંતાન આજ્ઞાનુસાર વ્યવ્હાર કરવા માંડે છે.
કન્યાના લગ્નમાં મોડુ થઈ રહ્યુ છે તો અગ્નિખૂણામાં તુલસીના છોડને કન્યા રોજ જળ અર્પણ કરી એક પ્રદક્ષિણા કરવાથી વિવાહ જલ્દી અને અનુકૂળ સ્થાનમાં થાય છે. બધા અવરોધ દૂર થાય છે.
જો વેપાર ઠીક નથી ચાલી રહ્યો તો દક્ષિણ-પશ્ચિમમાં મુકેલા તુલસીના કુંડા પર દર શુક્રવારે કાચુ દૂધ અર્પણ કરો અને મીઠાઈનો ભોગ લગાવી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને ગળી વસ્તુ આપવાથી વ્યવસાયમાં સફળતા મળે છે.
નોકરીમાં જો ઉચ્ચાધિકારીને કારણે પરેશાની થાય તો ઓફિસમાં ખાલી જમીન કે કોઈ કુંડા વગેરે જ્યા પણ માટી હોય ત્યા સોમવારે તુલસીના સોળ બીજ કોઈ સફેદ કપડામાં બાંધીને સવારે દબાવી દો. સમ્માનની વૃદ્ધિ થશે. નિત્ય પંચામૃત બનાવીને જો ઘરની મહિલા શાલીગ્રામજીનો અભિષેક કરે છે તો ઘરમાં વાસ્તુ દોષ રહી જ નથી શકતો.